Not Set/ ચોરે એટીએમ તોડવા પ્રયત્ન કરતો હતો ત્યાં જ એવું બન્યું કે…

સુરતમાં એક ચોર એટીએમ ચોરી કરવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે જ પકડાઈ ગયો હતો. શહેરના પાલ વિસ્તારમાં આરટીઓ ત્રણ રસ્તા ઉપર બેંકનું એટીએમનું લોક ચોરે તોડતા જ સાયરન વાગ્યુ હતું અને તસ્કર પકડાઈ ગયો હતો. અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સુરત શહેરના અડાજણ પાલ આરટીઓ, ત્રણ રસ્તા પર જાહેરમાં આવેલું બેંક ઓફ બરોડાનું […]

Top Stories Gujarat Surat
mahi a 15 ચોરે એટીએમ તોડવા પ્રયત્ન કરતો હતો ત્યાં જ એવું બન્યું કે...

સુરતમાં એક ચોર એટીએમ ચોરી કરવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે જ પકડાઈ ગયો હતો. શહેરના પાલ વિસ્તારમાં આરટીઓ ત્રણ રસ્તા ઉપર બેંકનું એટીએમનું લોક ચોરે તોડતા જ સાયરન વાગ્યુ હતું અને તસ્કર પકડાઈ ગયો હતો. અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

સુરત શહેરના અડાજણ પાલ આરટીઓ, ત્રણ રસ્તા પર જાહેરમાં આવેલું બેંક ઓફ બરોડાનું એટીએમ તોડવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો.

સુરતના ડુમસ રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાં કામ કરતો મહેશ શ્રીરામજતન બીરાજે યાદવે  આરટીઓ ત્રણ રસ્તા પર આવેલા બેંક ઓફ બરોડાના એટીએમની રેકી કરી નીશાને લીધું હતું.

જો કે મહેશ રૂપિયા લઈને નાસે તે પહેલા જ અડાજણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. એટીએમ તૂટવાનો પ્રયાસ થતાં જ મુંબઈ ઓફિસમાં હુટર વાગ્યું હતું અને ચોરીની જાણ થઈ ગઈ હતી.રાત્રીના 12 વાગ્યા આસપાસ એટીએમ તોડતી વખતે એક હુટર મુંબઈની ઓફિસમાં વાગ્યું હતું.

જેથી સીસીટીવી વગેરે મેઈન્ટેન્સનું કામ કરતીં કંપનીએ સુરતના પોતાના કર્મચારીને આ અંગે જાણ આપી હતી.જેથી પોલીસને તાત્કાલિક ઘટનાની જાણ કરાતા પેટ્રોલિંગમાં ફરતી અડાજણ પોલીસ પણ ઘટના સ્થળે દોડી મહેશને પકડી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.