Not Set/ CAA અને NRC/ NCP નેતા શંકરસિંહ વાઘેલાના સરકાર પર આકરા પ્રહારો

CAA અને NRC મુદ્દે NCP નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર આકરા પ્રહારો કાર્ય છે. શંકરસિંહ વાઘેલાએ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે,  આ સરકાર આયોજન વગરની અને  ખોટી છે. સાથે રામમંદિર, ત્રિપલ તલાક અને 370ની કલમને લઇને પણ શંકરસિંહ વાઘેલાએ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા. કલમ 370 હતી તો શું, રામ મંદિર હતું કે નહીં […]

Gujarat Others
tharur 18 CAA અને NRC/ NCP નેતા શંકરસિંહ વાઘેલાના સરકાર પર આકરા પ્રહારો

CAA અને NRC મુદ્દે NCP નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર આકરા પ્રહારો કાર્ય છે. શંકરસિંહ વાઘેલાએ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે,  આ સરકાર આયોજન વગરની અને  ખોટી છે. સાથે રામમંદિર, ત્રિપલ તલાક અને 370ની કલમને લઇને પણ શંકરસિંહ વાઘેલાએ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા.

કલમ 370 હતી તો શું, રામ મંદિર હતું કે નહીં કોઈ ફરક નથી પડતો. આજે કાશ્મીરની હાલત શુ છે ઉપરવાળાને ખબર પરંતુ રામ મંદિરથી રોટલી  નહીં મળે.

આર્થિક બાબતો પર વાઘેલાએ સરકાર પર નિશાન તાકતા કહ્યું હતુ કે, ઇકોનોમી મજબૂત થાય તે જરૂરી છે, આ તો અણધડ વહીવટ છે. અમે હિન્દૂ છીએ એ સર્ટિફિકેટની જરૂર નથી. 1975માં નવનિર્માણ આંદોલનમાં જે થયું તેવા જ પ્રકારની મુવમેન્ટ છે.

ભાજપને આ બધુ કરવાની જરૂર નથી. મુસ્લિમોને ધ્યાનમાં રાખીને કામ કરો. ચાઇના સામે લાલ આંખ કરો. આ રીતે દેશ ના ચલાવાય, 22 વર્ષથી ગુજરાત પણ એવું જ ચાલે છે.

આજે દેશમા વિકેન્દ્રિત વહીવટ અને નાણાં જરૂરી છે. રોજગારની જરૂર છે. ભાજપનું કલાઈમેક્સ પૂરું થયું છે, બહુ નહીં ચાલે હવે આ સરકાર. અમારી છાત્ર પરિષદના વિદ્યાર્થીઓ વિરોધ કરતા હતા જેલમાં પણ  ગયા, પૂતળા દહનનો કાર્યક્રમ પણ કર્યો છે. પરંતુ આ સરકાર પોતાના માર્કેટિંગ માટે કાર્ય કરી રહી છે

ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષને ચાલવા માટેના કારણો હોવા જોઈએ. ત્રીજા પક્ષ માટે આર્થિક કારણ એ મહત્વનું કારણ બની શકે છે. ભાજપ સામે પડવું હોય તો એ માટે કામ કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.