અમદાવાદ/ ખેડૂતોને માંડ મળતું યુરિયા ચીરીપાલ ગ્રુપને આ રીતે પધરાવતા હતા…

શહેરના દાણીલિમડા વિસ્તારમાં કમશી ભરવાડ, સતીષ ભરવાડ અને અર્જુન ભરવાડ મળી નિમકોટેડ યુરિયાને કરી શક્તિ સોલ્ટની થેલીમાં ભરી વેચાણ કરતા હતા.

Top Stories Ahmedabad Gujarat
kangana 12 ખેડૂતોને માંડ મળતું યુરિયા ચીરીપાલ ગ્રુપને આ રીતે પધરાવતા હતા...

ચીરીપાલ ગ્રુપ ફરી એક વખત વિવાદમાં આવ્યુ છે.  ખેડૂતોને માંડ મળતું યુરિયા ખાતર ગેરકાયદે મીઠાના નામે ખરીદી વપરાશ કરતા હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે તપાસ કરતા 650 કરતા વધુ ખાતરની થેલીઓ કબ્જે કરી છે.  છ આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ થઈ છે.

  • સબસિડીનું યુરિયા પકડાયું
  • ખેતીવાડી માટે વાપરવામાં આવતું યુરિયા પકડાયું
  • પોલીસે ગેરકાયદે યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો
  • પોલીસે ગોડાઉન માલિક સહિત બે શખ્સની કરી ધરપકડ

ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે આવતું નિમકોટેડ સરકારી યુરિયા ચીરીપાલ કંપની માંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના દાણીલિમડા વિસ્તારમાં કમશી ભરવાડ, સતીષ ભરવાડ અને અર્જુન ભરવાડ મળી નિમકોટેડ યુરિયાને કરી શક્તિ સોલ્ટની થેલીમાં ભરી વેચાણ કરતા હતા.  ઝડપાયેલા જથ્થો ચીરીપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સમાં જતો હતો. જેના આધારે પોલીસે બે અલગ અલગ જગ્યાએ રેડ કરી 650થી વધુ યુરીયાની થેલી કબ્જે કરી.  કમશી ભરવાડ અને સતીષ ભરવાડની ધરપકડ કરી છે.

ખેડૂતોના હક્કનું નિમકોટેડ યુરિયા ગોડાઉન અને ફેક્ટિરીમાંથી ઝડપાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જેના આધારે ભાવનગર માર્કેટ યાર્ડના વિક્રમસિંહ રાણા અને ધોળકાના હરપાલસિંહ પાસેથી આ જથ્થો લાવવામાં આવતો હતો. જે જથ્થો દાણીલિમડાના ના ગોડાઉનમાં ખાલી કરી શક્તિ સોલ્ટની થેલીમાં ભરી ચીરીપાલ ગ્રુપને વેચાણ કરવામાં આવતુ હતું.  જેથી પોલીસે વિશાલ ફેબ્રિક્સ કંપનીમાં ખરિદી કરતા બિનાબેન નામની મહિલા વિરુધ્ધ પણ ગુનો નોંધ્યો છે. જેથી પોલીસે અન્ય ફરાર 4 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મહત્વનુ છે કે, જે યુરિયા ખાતરની થેલી લેવા માટે ખેડૂતને બાયોમેટ્રીક અને આધાર કાર્ડ આપવુ પડે છે. તે યુરિયા ખાતરનો જથ્થો ફેક્ટરીઓ પાસે કેવી રીતે આવ્યો અને તે પણ બિલ વિના. તે અંગે દાણિલીમડા પોલીસે ગુનો નોંધી કુલ 6 આરોપીની વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.  જોકે આરોપીની પુછપરછમાં અન્ય આરોપીના નામ અને યુરિયા  ખાતરના કૌભાંડ માં ખુલાસા પણ થઈ શકે છે.

National / કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું- અમીર પરિવારોમાં પણ બાળ શોષણ થાય છે

ગુજરાત / ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા 1500 રૂપિયાની સહાય અપાશે : સરકારની જાહેરાત