Not Set/ ભાજપની ઉમેદવારો પસંદ કરવાની કવાયત ચાલુ, કાલે મળશે પાર્લામેન્ટરી બોર્ડની મીટીંગ

અમદાવાદ, ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પુરી થઈ છે. જ્યારે આવતીકાલથી બે દિવસ રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે. ત્યારે રાષ્ટ્રીય બેઠક પહેલા પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં રાજ્યની તમામ ૧૮૨ બેઠકો માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરી લેવામાં આવી છે. જેમાં ૩૦થી વધુ બેઠકો માટે તો ઉમેદવારોનુ નામ પણ ફાઈનલ કરી લેવામાં આવ્યુ છે. જેમાં કેબિનેટ […]

Gujarat
l Anandiben Patel resignation ભાજપની ઉમેદવારો પસંદ કરવાની કવાયત ચાલુ, કાલે મળશે પાર્લામેન્ટરી બોર્ડની મીટીંગ
અમદાવાદ,
ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પુરી થઈ છે. જ્યારે આવતીકાલથી બે દિવસ રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે. ત્યારે રાષ્ટ્રીય બેઠક પહેલા પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં રાજ્યની તમામ ૧૮૨ બેઠકો માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરી લેવામાં આવી છે. જેમાં ૩૦થી વધુ બેઠકો માટે તો ઉમેદવારોનુ નામ પણ ફાઈનલ કરી લેવામાં આવ્યુ છે. જેમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ સહિત વ્યક્તિગત ઈમેજના કારણે પોતાના દમ પર ચુંટણી જીતી શકે તેવા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
જ્યારે ૨૦ બેઠકો પર ત્રણની જગ્યાએ ૫-૫ ઉમેદવારોની પેનલ તૈયાર કરાઈ છે. જેમાં સ્વચ્છ છબી ધરાવતા યુવાનોના નામ છેલ્લી ઘડીએ જાડવામાં આવ્યા છે. જે મંત્રીઓની ટિકિટ ફાઈનલ કરાઈ છે તેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા સહિતનો સમાવેશ થાય છે. ત્યારે બાકીની બેઠકો માટે આવતીકાલથી શરુ થથી રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ઉમેદવારો નક્કી કરવામાં આવશે.
આ બેઠકમાં ગુજરાતમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા હાજરી આપશે. આ બેઠકમાં ચર્ચા કરીને વડાપ્રધાન મોદી અને અમિત શાહ ઉમેદવારોના નામોને મંજુરીની મહોર મારશે. ત્યારબાદ ૧૬ કે ૧૭ નવેમ્બરે ૮૯ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.