Not Set/ રાજ્યની આ એક શાળા છે ૮ વર્ષથી જ્યાં દલિત વિદ્યાર્થીઓને નથી અપાતો પ્રવેશ

ભુજ, એક તરફ ગુજરાત સરકાર સામાજિક સમરસતાની વાતો કરે છે તો બીજી તરફ ભુજ તાલુકાના કોડકી ગામની આ ઘટના છે કે જ્યાં 8 વર્ષથી શાળામાં દલિત બાળકોને પ્રવેશ મળતો નથી.આ શાળામાં પ્રવેશ નહીં મળવાને કારણે દલિત વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં આવ્યું છે. ભુજ પાસે આવેલાં કોડકી ગામમાં ટ્રસ્ટ સંચાલિત લાલજી લક્ષ્મણ હિરાણી વિદ્યામંદિરમાં દલિત પરિવારના છાત્રોને પ્રવેશ ન અપાતાં આ વિવાદ સર્જાયો […]

Gujarat Others Trending
kutch dalit રાજ્યની આ એક શાળા છે ૮ વર્ષથી જ્યાં દલિત વિદ્યાર્થીઓને નથી અપાતો પ્રવેશ

ભુજ,

એક તરફ ગુજરાત સરકાર સામાજિક સમરસતાની વાતો કરે છે તો બીજી તરફ ભુજ તાલુકાના કોડકી ગામની આ ઘટના છે કે જ્યાં 8 વર્ષથી શાળામાં દલિત બાળકોને પ્રવેશ મળતો નથી.આ શાળામાં પ્રવેશ નહીં મળવાને કારણે દલિત વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં આવ્યું છે.

ભુજ પાસે આવેલાં કોડકી ગામમાં ટ્રસ્ટ સંચાલિત લાલજી લક્ષ્મણ હિરાણી વિદ્યામંદિરમાં દલિત પરિવારના છાત્રોને પ્રવેશ ન અપાતાં આ વિવાદ સર્જાયો છે.કોડકી ગામનાં મહેશ્વરી કરસન નાયા અને મહેશ્વરી પ્રવિણ નાયા નામના અરજદારોએ શાળા દ્વારા ભેદભાવ રખાઈ સંતાનોને પ્રાથમિક ધોરણમાં પ્રવેશ ના અપાયો હોવાની ફરિયાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કરી છે.

ફરિયાદના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ શાળાને કારણદર્શક ખુલાસો કરવા નોટીસ ફટકારી આગામી સપ્તાહે રૂબરૂ સુનાવણી યોજી છે.

લાલજી હિરાણી શાળાએ દલિતોના સંતાનોને એડમીશન ના આપતાં ના છૂટકે ગામથી 6 કિલોમીટર દૂર માનકુવા ખાતે પોતાના બાળકોને શિક્ષણ મેળવવા માટે મોકલવા પડે છે.

આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર કહે છે કે અમને વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે ફરિયાદ મળી છે અને અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ.

કોડકી ગામમાં અનુસુચિત જાતિના વાલીઓએ તેમના સંતાનોને પ્રવેશ મામલે દેખાવો પણ કર્યાં હતા.

છાત્રોને જ પ્રવેશ આપવા ટ્રસ્ટે ઠરાવ કર્યો હતો તેમ સૂત્રોએ જણાવ્યું છે.જો વંચિત સમુદાયના છાત્રને પ્રવેશ ના અપાયો હોય તો રાઈટ ટૂ એજ્યુકેશનના કાયદા હેઠળ શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.