Not Set/ રાજકોટ : ગેરકાયદેસર હથિયારોનો સોદો કરવા આવેલા ત્રણની ધરપકડ

રાજકોટ શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે ગેરકાયદેસર હથિયારોનો સોદો કરવા આવેલા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તપાસ કરતા અન્ય ત્રણ શખ્સોને દેશી બનાવટની ત્રણ પિસ્તોલ, એક તમંચો અને 20 જીવતા કારતુસ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ, જાલાભાઈ શેલાભાઈ બાંભવા નામનો શખ્સ માર્કેટિંગ યાર્ડ પાસે હથિયારો સાથે સોદો કરવા આવ્યો હતો. […]

Top Stories Rajkot Gujarat
untitled 1538642514 રાજકોટ : ગેરકાયદેસર હથિયારોનો સોદો કરવા આવેલા ત્રણની ધરપકડ

રાજકોટ શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે ગેરકાયદેસર હથિયારોનો સોદો કરવા આવેલા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તપાસ કરતા અન્ય ત્રણ શખ્સોને દેશી બનાવટની ત્રણ પિસ્તોલ, એક તમંચો અને 20 જીવતા કારતુસ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

મળતી વિગતો મુજબ, જાલાભાઈ શેલાભાઈ બાંભવા નામનો શખ્સ માર્કેટિંગ યાર્ડ પાસે હથિયારો સાથે સોદો કરવા આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તપાસ કરતા શખ્સ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, એક મેગેઝીન અને બે જીવતા કારતુસ મળી આવ્યા હતા.

1 1538642517 e1538648856404 રાજકોટ : ગેરકાયદેસર હથિયારોનો સોદો કરવા આવેલા ત્રણની ધરપકડ

ઉપરાંત ભલાભાઈ કાળાભાઇ મુંધવા પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ, એક મેગેઝીન અને 5 કારતુસ મળી આવ્યા હતા. કાનજીભાઈ વાઘાભાઈ ચાવડા પાસેથી દેશી બનાવટનો એક તમંચો અને 3 જીવતા કારતુસ મળી આવ્યા હતા.

હાલ, પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી , તેમની પાસે રહેલા ગેરકાયદેસર હથિયારો કબ્જે કરી, આગળની તપાસ હાથ ધરી છે.