IPL 2023/ ગુજરાત ટાઇટન્સની અવિરત વિજયકૂચ જારીઃ સાહા-ગિલની તોફાની બેટિંગથી લખનઉને હરાવ્યું

આઇપીએલ 2023માં ટાઇટન્સ માટે રવિવારની મેચ એકદમ પરફેક્ટ ફિનિશ રહી હતીઓપનર રિદ્ધિમાન સાહા અને શુબમન ગિલે ફક્ત 12 ઓવરમાં પહેલી વિકેટની નોંધાવેલી 142 રનની ભાગીદારીએ બતાવી દીધું હતું કે ગુજરાત ટાઇટન્સ જંગી સ્કોર કરશે.

Top Stories Sports
Gujarat Gill ગુજરાત ટાઇટન્સની અવિરત વિજયકૂચ જારીઃ સાહા-ગિલની તોફાની બેટિંગથી લખનઉને હરાવ્યું

આઇપીએલ 2023માં ટાઇટન્સ માટે રવિવારની મેચ એકદમ પરફેક્ટ ફિનિશ રહી હતી. Gujarat Titans ઓપનર રિદ્ધિમાન સાહા અને શુબમન ગિલે ફક્ત 12 ઓવરમાં પહેલી વિકેટની નોંધાવેલી 142 રનની ભાગીદારીએ બતાવી દીધું હતું કે ગુજરાત ટાઇટન્સ જંગી સ્કોર કરશે. ગુજરાત ટાઇટન્સે બે વિકેટે 227 રન નોંધાવી લખનઉ સુપરજાયન્ટનસે મોટો પડકાર ફેંક્યો હતો.

એક સમયે લખનઉ જાયન્ટ્સના ઓપનરોએ જબરજસ્ત Gujarat Titans શરૂઆત અપાવી ત્યારે તેઓએ આ પડકાર ઝીલી લીધો હોય તેમ લાગતુ હતુ, પરંતુ લખનઉ જાયન્ટ્સનો મિડલ અને લોઅર ઓર્ડર નિષ્ફળ જતાં 29 ઓવરમાં  વિકેટે 171 રન જ કરી શકતા તે મેચ 56 રનના વિશાળ માર્જિનથી હારી ગયુ હતુ. મોહિત શર્માએ 29 રન આપી ચાર વિકેટ ઝડપી લખનઉ જાયન્ટ્સનો ધબડકો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

રિદ્ધિમાન સાહાએ તોફાની બેટિંગ કરતાં ફક્ત 43 બોલમાં Gujarat Titans દસ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 188ના સ્ટ્રાઇક રેટે 81 રન કર્યા હતા. જ્યારે શુબમન ગિલે 51 બોલમાં બે ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી અણનમ 94 રન કર્યા હતા. તેના પગલે ગુજરાત જાયન્ટ્સનો વિજય નિશ્ચિત થઈ ગયો લાગતો હતો. એલએસજી માટે, Gujarat Titans ક્વિન્ટન ડી કોક 41 બોલમાં 70 રન સાથે ટોચના સ્કોરર હતા, જ્યારે કાયલ મેયર્સે 32 બોલમાં 48 રન બનાવ્યા હતા. મોહિત શર્માએ GT માટે ચાર ઓવરમાં 4/29ના શાનદાર આંકડો પૂરો કર્યો. અગાઉ, GTએ ઋદ્ધિમાન સાહા (81) અને શુભમન ગિલ (94*) બંનેની બોલિંગ ગો શબ્દની બોલિંગ સાથે ધમાકેદાર શરૂઆત કરી, પાવરપ્લેમાં ટીમને 78 રન બનાવવામાં મદદ કરી. આ વિજય સાથે ગુજરાત ટાઇટને પોઇન્ટ ટેબલમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે.

 

આ પણ વાંચોઃ રાહત/ ઇ-ચલણ સાત દિવસમાં અપલોડ કરવાની ડેડલાઈન લંબાવાઈ

આ પણ વાંચોઃ ભયભીત/ સોનિયા ગાંધીની રેલીઓમાં પરત ફરવાને લઈને પીએમ મોદીના નિશાન પર કોંગ્રેસ

આ પણ વાંચોઃ IED-Apprehend/ જમ્મુ-કાશ્મીરમાં વધુ એક કાવતરું નિષ્ફળઃ આતંકવાદીના મદદગાર પાસેથી વિસ્ફોટકો જપ્ત