IPL 2023/ ગુજરાત ટાઇટન્સે મુંબઈને આપ્યો 234 રનનો ટાર્ગેટ, શુભમન ગીલે ફટકારી વિસ્ફોટક સદી

IPL 2023 ની ક્વોલિફાયર-2 મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ રહી છે, અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

Top Stories Sports
7 21 ગુજરાત ટાઇટન્સે મુંબઈને આપ્યો 234 રનનો ટાર્ગેટ, શુભમન ગીલે ફટકારી વિસ્ફોટક સદી

IPL 2023 ની ક્વોલિફાયર-2 મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ રહી છે. અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈને  234 રનનો ટાર્ગેટ આપ્યો છે જેમાં શુભમન ગીલે વિસ્ફોટક સદી ફટકારી સહેવાગનો રેકોર્ડ તોડ્યો છે.

આજની મેચ જીતનારી ટીમ ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે. મુંબઈ અને ગુજરાત વચ્ચે આ સિઝનમાં બે મેચ રમાઈ છે. બંને એક-એક વખત જીત્યા છે.

IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે 3 મેચ રમાઈ છે. જેમાંથી મુંબઈ બે વખત અને ગુજરાત એક વખત જીત્યું છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈએ આ સિઝનમાં છેલ્લી 8 મેચમાંથી 6માં જીત મેળવી છે. ટીમનો કુલ સ્કોર 180થી વધુ રહ્યો છે. આ સાથે 200થી વધુનો ટાર્ગેટ પાંચ ગણો પીછો કરતાં હાંસલ કરવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતે ઘરઆંગણે 7 મેચ રમી છે. તેમાંથી તેણે 4માં જીત મેળવી છે અને 3માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે શુભમન ગિલે પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો છે. સેહવાગે ઓપનર બેટ્સમેન તરીકે ટી20માં 122 રન બનાવ્યા હતા. શુભમન ગિલે આ રેકોર્ડ તોડ્યો. આ ઉપરાંત, તે IPLની એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તે 129 રન બનાવીને આઉટ થયો હતો.

ગુજરાત ટાઇટન્સે 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શન 31 બોલમાં 43 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 9 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 22 રનની ભાગીદારી છે.