Not Set/ સુરત: કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે બેનાં મોત

સુરત, રાજ્યમાં અકસ્માતનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરતના દિપલી ગામની સામે આવી છે. દીપલી ગામ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો.જેમાં બે લોકોના મોત થઈ ગયા છે.મૃતકોમાં એક પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે.જેનું નામ  ચિરાગ હોવાનું જાણવા મળી રહ્યું છે. […]

Top Stories Gujarat Surat Videos
hdffsakl સુરત: કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે બેનાં મોત

સુરત,

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરતના દિપલી ગામની સામે આવી છે. દીપલી ગામ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો.જેમાં બે લોકોના મોત થઈ ગયા છે.મૃતકોમાં એક પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે.જેનું નામ  ચિરાગ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આપને જણાવીએ કે દિપલી ગામથી ખજોદ જતા રસ્તા પર ખાડી પાસે પોલીસ કર્મચારીની કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં ધસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર થયેલ પોલીસકર્મી અને બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય યુવકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયો છે.

જણાવીએ કે પિપલોદ પોલીસ લાઈન ખાતે રહેતા ચીરાગભાઈ દિનેશભાઈ ચૌધરી પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે ફરજ બજાવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.