Not Set/ શીશુને તરછોડતી માતા કઠોર કે મજબૂર ?

ગીરસોમનાથ, ઉનાની ખાનગી હોસ્પીટલ માંથી ત્યજી દેવાયેલું નવજાત શીશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અજાણી મહિલાએ શીશુને મુકી ગયાનું સીસીટીવી ફુટેજમાં સામે આવ્યુ છે. ઉના બસસ્ટેશન સામે આવેલ આશીર્વાદ હોસ્પીટલમાં આ ઘટના બની હતી. ત્યારે તાત્કાલિક હોસ્પિટલના ડોકટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે બાળકનો કબજો લઇને શીશુને સરકારી હોસ્પીટલમાં સારવાર […]

Gujarat
dipado 1 શીશુને તરછોડતી માતા કઠોર કે મજબૂર ?

ગીરસોમનાથ,

ઉનાની ખાનગી હોસ્પીટલ માંથી ત્યજી દેવાયેલું નવજાત શીશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અજાણી મહિલાએ શીશુને મુકી ગયાનું સીસીટીવી ફુટેજમાં સામે આવ્યુ છે. ઉના બસસ્ટેશન સામે આવેલ આશીર્વાદ હોસ્પીટલમાં આ ઘટના બની હતી.

ત્યારે તાત્કાલિક હોસ્પિટલના ડોકટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે બાળકનો કબજો લઇને શીશુને સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે સીસીટીવીમાં જોવાતી અજાણી મહિલા કોણ છે અને આ નવજાત શીશુની માતા કોણ છે. તે અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મહત્વનું છે કે ખાનગી હોસ્પિટલમાં શિશુને મુકી જનાર મહિલાએ હોસ્પિટલમાં પોતાનું નામ ખોટુ લખાવ્યું હતુ અને કેસ પણ કઢાવ્યો હતો. ત્યારે હોસ્પિટલના સીસીટીવી ફુટેજમાં નજરે પડતી મહિલા શુ આ નવજાત શીશુની માતા છે કે અન્ય કોઇ? શા માટે તેણે બાળકને ત્યજી દીઘુ…? આવા અનેક સવાલો હાલ સર્જાયા છે. હાલ તો પોલીસ દ્વારા આ મહિલાની શોધખોળ આદરી છે…