Ahmedabad/ ગુજરાત યુનિવર્સીટીએ બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે ફરી રજીસ્ટ્રેશન શરૂ કર્યું

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી પીજી એક્સટર્નલના વિદ્યાર્થીઓને એક્સા્મ સબમિશન માટે ફરી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જે 28 તારીખ સુધી ચાલશે.

Ahmedabad Gujarat
Untitled 59 ગુજરાત યુનિવર્સીટીએ બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે ફરી રજીસ્ટ્રેશન શરૂ કર્યું

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી પીજી એક્સટર્નલના વિદ્યાર્થીઓને એક્સા્મ સબમિશન માટે ફરી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જે 28 તારીખ સુધી ચાલશે. જેમાં અગાઉ 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ બાકી રહી ગયા હોવાથી યુનિવર્સીટીએ ફરી રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે.

યુજી પીજી ના બીજા અને ચોથા સેમિસ્ટરના  વિદ્યાર્થીઓમાટે અગાઉની સેમેસ્ટરની પરીક્ષા ના50 ટકા અને ઇન્ટર્નલ ના  50 ટકા મુજબ મેરીટ બેક પ્રમોશન આપી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રેગ્યુલર  વિદ્યર્થીઓનાજ ઇન્ટરનલ   હોવાથી તેમને મેરીટ બેસ પ્રમોશન આપી શકાયું છે.  જ્યારે B.A ,BCOM MA MCOM ના એક્સટર્નલ ના વિદ્યાર્થીઓના  ઇન્ટરનલ માર્ક્સ ના હોવાથી તેમની પરિક્ષા લેવી પડે અથવા અસાઈનમેન્ટ  સહિતના વિકલ્પથી  મુલ્યાંકન કરવું પડે. જેને લઈ ગુજરાત યુનિવર્સિટીના એક્સટર્નલ ના વિદ્યાર્થીઓ નું અસાઇમેન્ટ આધારિત મૂલ્યાંકન કરી પરિણામ આપવાનું નક્કી કર્યું હતું.

જે અગાઉ 21 નવેમ્બર સુધી એક્સટર્નલ  વિદ્યાર્થીઓનું  રજિસ્ટ્રેશન થયું હતું. અને તેમાં ૧૩ હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુંજેમાં તેમનો અસાઇમેન્ટ એડમિશન પૂર્ણ થઈ ગયું  છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરવાનું ચૂકી ગયા હોવાની રજૂઆતને પગલે યુનિવર્સિટીએ ફરી રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે જી ૨૮મી સુધી થઈ શકશે ત્યારબાદ તેઓને અસાઈનમેન્ટ આપવામાં આવશે. અને તે અસાઇમેન્ટ વિદ્યાર્થીઓસબમીટ કરવાના રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો