Not Set/ ગુજરાત/ કમોસમી વરસાદથી ડુંગળીનાં પાકને ભારે નુકસાન, બજારમાં આવક થશે મોડી

રાજ્યમાં કમોસમી વરસાદે ભારે નુકસાન પહોચાડ્યુ છે. ખેડૂતો આ કમોસમી વરસાદથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, વરસાદનાં કારણે ડુંગળીનાં પાકને ભારે નુકશાન થયું હોવાથી માલની અછત વચ્ચે આગામી સમયમાં છૂટક માર્કેટમાં ડુંગળીનાં ભાવ 100 રૂપિયે કિલો થઇ જવાની શક્યતા હોવાનું નિષ્ણાતો અનુમાન કરી રહ્યા છે. વરસાદથી મહારાષ્ટ્રમાં લગભગ 65 ટકા ડુંગળીનો પાક નાશ […]

Gujarat Others
ધલગદલ ગુજરાત/ કમોસમી વરસાદથી ડુંગળીનાં પાકને ભારે નુકસાન, બજારમાં આવક થશે મોડી

રાજ્યમાં કમોસમી વરસાદે ભારે નુકસાન પહોચાડ્યુ છે. ખેડૂતો આ કમોસમી વરસાદથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, વરસાદનાં કારણે ડુંગળીનાં પાકને ભારે નુકશાન થયું હોવાથી માલની અછત વચ્ચે આગામી સમયમાં છૂટક માર્કેટમાં ડુંગળીનાં ભાવ 100 રૂપિયે કિલો થઇ જવાની શક્યતા હોવાનું નિષ્ણાતો અનુમાન કરી રહ્યા છે. વરસાદથી મહારાષ્ટ્રમાં લગભગ 65 ટકા ડુંગળીનો પાક નાશ પામ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં હાલમાં પડી રહેલા વરસાદનાં કારણે ટામેટાનાં પાકને પણ નુકશાન થયું છે.

Image result for onion expensive"

ગુજરાતમાં 15 નવેમ્બરથી લોકલ માલની આવકો શરૂ થવાની હતી તે હવે એક મહિનો પાછી ઠેલાઇને 15 ડિસેમ્બર કરી દેવામાં આવી છે તેવું  ખેડૂતો અને વેપારીઓનું માનવું છે. વરસાદનાં કારણે ટામેટાનાં છોડ પરનાં ફૂલ ખરી પડતા પાકને નુકશાની થયુ છે. નવા ફૂલ આવતા સમય લાગતો હોવાથી આવક મોડી પડશે.  જો હજુ વરસાદ ચાલુ રહેશે તો  નુકશાનીમાં વધારાની સાથે આવકો શરૂ થવામાં તેનાંથી પણ વધુ મોડું થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. જોકે હાલમાં મહારાષ્ટ્ર અને બેંગલુરૂમાંથી મોટાપાયે ટામેટાની આવકો ચાલુ હોવાથી ભાવમાં કોઇ ફેર નહીં પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.