Not Set/ વડોદરા : ગોત્રી હોસ્પિટલમાં સામે આવ્યો ભ્રષ્ટાચારનો ભરડો, મંતવ્ય ન્યુઝના કેમેરામાં કેદ થયા આશ્ચર્યજનક દ્રશ્યો

વડોદરા, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઈ.એસ.આઈ.એસ નું હોસ્પિટલ કે જ્યાં શ્રમિકો અને તેમના પરિવારજનો બીમાર હોય ત્યારે સારવાર લેવા આવતા હોય છે, પરંતુ મંતવ્ય ન્યુઝની ટીમે અહીની મુલાકાત લેતા બહાર આવ્યું હતું કે, આ હોસ્પિટલ ખુદ બીમાર છે અને ભ્રષ્ટાચાર નામના રોગે અહી ભરડો લીધો છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઈ.એસ.આઈ.એસનું હોસ્પિટલ એટલે કે કામદાર રાજ્ય […]

Top Stories Gujarat Vadodara Trending
IMG 20171012 153034 વડોદરા : ગોત્રી હોસ્પિટલમાં સામે આવ્યો ભ્રષ્ટાચારનો ભરડો, મંતવ્ય ન્યુઝના કેમેરામાં કેદ થયા આશ્ચર્યજનક દ્રશ્યો

વડોદરા,

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઈ.એસ.આઈ.એસ નું હોસ્પિટલ કે જ્યાં શ્રમિકો અને તેમના પરિવારજનો બીમાર હોય ત્યારે સારવાર લેવા આવતા હોય છે, પરંતુ મંતવ્ય ન્યુઝની ટીમે અહીની મુલાકાત લેતા બહાર આવ્યું હતું કે, આ હોસ્પિટલ ખુદ બીમાર છે અને ભ્રષ્ટાચાર નામના રોગે અહી ભરડો લીધો છે.

gotri 7 વડોદરા : ગોત્રી હોસ્પિટલમાં સામે આવ્યો ભ્રષ્ટાચારનો ભરડો, મંતવ્ય ન્યુઝના કેમેરામાં કેદ થયા આશ્ચર્યજનક દ્રશ્યો
gujarat Vadodara gotri hospital faces corruption Surprising scenes captured mantavya news camera

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઈ.એસ.આઈ.એસનું હોસ્પિટલ એટલે કે કામદાર રાજ્ય વીમા યોજના સંચાલિત સરકારી હોસ્પિટલ આવેલી છે. જ્યાં એવા શ્રમિકો અને તેમના પરિવારજનો જયારે બીમાર પડે ત્યારે સારવાર લેવા આવતા હોય છે કે જેઓનું ખાનગી અને સરકારી કંપનીઓમાં પી.એફ કપાતું હોય છે.

જો કે આ અંગે સોમવારે જયારે મંતવ્ય ન્યુઝની ટીમે આ હોસ્પિટલની મુલાકાત લેતા આશ્ચર્ય જનક દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં હોસ્પિટલના મુખ્ય ધ્વારની આગળ જતા મુખ્ય ઈમારત આવે છે અને તેની આગળ સ્ટાફ માટેનું પાર્કિંગ આવેલું છે.

પાર્કિંગ સામે જ ફેંકવામાં આવે છે મેડીકલ વેસ્ટ

gotri 1 વડોદરા : ગોત્રી હોસ્પિટલમાં સામે આવ્યો ભ્રષ્ટાચારનો ભરડો, મંતવ્ય ન્યુઝના કેમેરામાં કેદ થયા આશ્ચર્યજનક દ્રશ્યો
gujarat Vadodara gotri hospital faces corruption Surprising scenes captured mantavya news camera

આ પાર્કિંગની સામે જ એક સ્થળ પર ખુલ્લે આમ મેડીકલ વેસ્ટ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ ધ્વારા ફેકી દેવામાં આવે છે, જેમાં દવાઓ, ઇન્જેક્શન, ઓપરેશનમાં કામમાં લેવાયેલા કોટન વગેરે જેવી વસ્તુઓ ખુલ્લામાં પડેલી જોવા મળી હતી અને ત્યાં એક શ્રમિક પરિવારની મહિલા અને તેની પુત્રી મેડીકલ વેસ્ટમાંથી ખાલી ખોખા અને અન્ય વસ્તુઓ અલગ કરી તેની પાસેના ખાલી ખોખાઓમાં બિન્દાસ્ત ભરી રહી હતી.

હોસ્પિટલમાં માનવામાં આવે છે દારૂની મહેફિલ

પરંતુ ત્યારબાદનું દ્રશ્ય તો તેથી વધુ આંચકાજનક હતું. સ્થાનિક એક યુવાને ઓળખાણ ન આપવાની શરતે હોસ્પિટલના પાર્કિંગમાં કેટલા નશેબાજો ધ્વારા રોજ સમી સાંજે ટોળું વળીને પાર્કિંગના શેડ નીચે જ તાપણું કરી દારૂની મહેફિલ માણતા હોવાનું જણાવ્યું હતું અને તેના પુરાવા સ્વરૂપે પાર્કિંગની આસપાસ શરાબની બોટલો અને અન્ય ચાખણાના પેકેટો જોવા મળ્યા હતા.

આ મહેફિલ અંગે તંત્ર છે અજાણ

આ દ્રશ્યો પરથી જ જાણી શકાય કે, અહી નશેબાજો માટે જાણે હોસ્પિટલના જ કેટલાક કર્મચારીઓ ધ્વારા જાણે સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે આંખ આડા કાન કરવામાં આવતા હોય.

હોસ્પિટલની નર્સ સાથે વાત કરતા તેઓએ નોકરી ન જાય તેને લઈને કેમેરા સામે ન આવતા જણાવ્યું હતું કે,  “ઘણીવાર તો દારૂની મહેફિલ ચાલતી હોય ત્યારે અમે ડરતા ડરતા અમારું વાહન પાર્કિંગમાં લેવા જઈએ છે.

હોસ્પિટલ છે જર્જરિત અવસ્થામાં

gotri 3 વડોદરા : ગોત્રી હોસ્પિટલમાં સામે આવ્યો ભ્રષ્ટાચારનો ભરડો, મંતવ્ય ન્યુઝના કેમેરામાં કેદ થયા આશ્ચર્યજનક દ્રશ્યો
gujarat Vadodara gotri hospital faces corruption Surprising scenes captured mantavya news camera

બીજી બાજુ હોસ્પિટલના બાંધકામની વાત કરવામાં આવે તો, સમગ્ર હોસ્પિટલ જર્જરિત અવસ્થામાં છે અને દીવાલો અને ધાબાઓમાંથી સળિયા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અહી રીનોવેશનની કામગીરીના ભાગરૂપે લપેડા મારવામાં આવી રહ્યા છે અને આટલા વર્ષો બાદ હવે દર્દીઓ માટે લીફ્ટની વ્યવસ્થા કરવાની કામગીરી ચાલી રહી છે.

અહીના મોટાભાગના બાથરુમો તેના ધાબાઓ જર્જરિત હોવાથી અને ગટરો ઉભરાઈ જવાના કારણે બંધ કરી દેવાયા છે.

gotri 4 વડોદરા : ગોત્રી હોસ્પિટલમાં સામે આવ્યો ભ્રષ્ટાચારનો ભરડો, મંતવ્ય ન્યુઝના કેમેરામાં કેદ થયા આશ્ચર્યજનક દ્રશ્યો
gujarat Vadodara gotri hospital faces corruption Surprising scenes captured mantavya news camera

એક બાથરૂમ પર તો સુચના લખી દેવાઈ છે ,કે ગમે ત્યારે ધાબુ પડી જાય તેમ હોવાથી બાથરૂમ બંધ કરાયું પરંતુ તેમ છતાં તે ચાલુ છે.

અધિકારીઓ છે માહિતગાર હોવા છતાં પોતાને બતાવે છે નિદ્રાહીન

gotri 8 વડોદરા : ગોત્રી હોસ્પિટલમાં સામે આવ્યો ભ્રષ્ટાચારનો ભરડો, મંતવ્ય ન્યુઝના કેમેરામાં કેદ થયા આશ્ચર્યજનક દ્રશ્યો
gujarat Vadodara gotri hospital faces corruption Surprising scenes captured mantavya news camera

મંતવ્ય ન્યુઝની ટીમને જોઈને સમગ્ર હોસ્પિટલમાં સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતા કિરીટ શાહ અચાનક આર એમ ઓ ની ઓફિસમાં કામને બહાને જઈ છુપાઈ ગયા હતા અને મેડીકલ વેસ્ટ ખુલ્લામાં નાખવામાં આવે છે તે મામલે જયારે તેમને પૂછતાં તેઓએ મૌન સેવી લીધું હતું

હોસ્પીટલના મેડીકલ ઓફિસર ૫ મહિના અગાઉ જ અહી પ્રમોશન મેળવી આવ્યા છે અને જયારે મંતવ્ય ન્યુઝ ની ટીમને ૧૦ મિનીટમાં જ હોસ્પિટલમાં ચાલતા ગોરખ ધંધા અને અને અંધેર વહીવટ ખબર પડી જતો હોય તો મેડીકલ ઓફિસર તરીકે તેઓ એમ કબુલે છે કે, તેમને કઈ જાણ જ નથી ત્યારે તેઓ પોતાના કામમાં નિષ્ફળ ગયા છે તે સાબિત થયું છે.

gotri 9 વડોદરા : ગોત્રી હોસ્પિટલમાં સામે આવ્યો ભ્રષ્ટાચારનો ભરડો, મંતવ્ય ન્યુઝના કેમેરામાં કેદ થયા આશ્ચર્યજનક દ્રશ્યો
gujarat Vadodara gotri hospital faces corruption Surprising scenes captured mantavya news camera

જયારે સફાઈના કોન્ટ્રાક્ટ ધરાવતા કિરીટ શાહ કાયદો શીખવાડવા જતા પોતે જ કાયદાના આરોપી જણાઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર હસ્તક હોસ્પિટલના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો પર ક્યારે કાર્યવાહી થશે તે તો સમય જ બતાવશે.