Not Set/ વડોદરા એરપોર્ટ ખાતે સૈનિકોની સ્મૃતિમાં થ્રિડી પેઇન્ટિગ કરી અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 

વડોદરા વડોદરા ખાતે 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની નવીન એરપોર્ટ ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે શહેરના નાગરિકો અને સ્પેશિયલ સ્કૂલના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા રાજ્યના કોઇ એરપોર્ટ ખાતે પહેલી વખત દેશ માટે શહીદ થયેલા સૈનિકોની સ્મૃતિમાં શોર્ય સ્થળ બનાવવામાં આવ્યું છે જ્યાં સેનિકોનું થ્રિડી પેઇન્ટિગ દર્શાવામાં આવ્યું છે. આ સાથે વડોદરાને […]

Top Stories Gujarat Vadodara Trending
dfg 5 વડોદરા એરપોર્ટ ખાતે સૈનિકોની સ્મૃતિમાં થ્રિડી પેઇન્ટિગ કરી અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 

વડોદરા

વડોદરા ખાતે 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની નવીન એરપોર્ટ ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે શહેરના નાગરિકો અને સ્પેશિયલ સ્કૂલના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

dfg 6 વડોદરા એરપોર્ટ ખાતે સૈનિકોની સ્મૃતિમાં થ્રિડી પેઇન્ટિગ કરી અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 

એરપોર્ટ ઓથોરિટી દ્વારા રાજ્યના કોઇ એરપોર્ટ ખાતે પહેલી વખત દેશ માટે શહીદ થયેલા સૈનિકોની સ્મૃતિમાં શોર્ય સ્થળ બનાવવામાં આવ્યું છે જ્યાં સેનિકોનું થ્રિડી પેઇન્ટિગ દર્શાવામાં આવ્યું છે. આ સાથે વડોદરાને એક નવું નજરાણું મળ્યું છે.

dfg 7 વડોદરા એરપોર્ટ ખાતે સૈનિકોની સ્મૃતિમાં થ્રિડી પેઇન્ટિગ કરી અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 

આજે દેશભરમાં 72માં સ્વાતંત્ર પર્વની ઉજવણી થઇ રહી છે. મુખ્યત્વે ધ્વજ વંદન દ્વારા રાષ્ટ્રીય પર્વને ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરાનાં નવીન એરપોર્ટ ટર્મિનલ પર શૌર્ય સ્થળના ઉદઘાટન દ્વારા સ્વતંત્ર પર્વને વિશિષ્ટ રીતે ઉજવવામાં આવ્યો હતો.

dfg 8 વડોદરા એરપોર્ટ ખાતે સૈનિકોની સ્મૃતિમાં થ્રિડી પેઇન્ટિગ કરી અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 

વડોદરા એરપોર્ટ ખાતે ધ્વજવંદન દ્વારા ૧૫મી ઓગસ્ટની ઊજવણી કરવામાં આવી હતી પરંતુ સાથે જ એરપોર્ટ ખાતે શૌર્ય સ્મારક પણ તૈયાર કરવામાં આવ્યું છે જેનું આજે સ્વાતંત્ર પર્વે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા કાજે જાન ન્યોછાવર કરનારા શહીદ સેનિકોની સ્મૃતિમાં આ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે.

dfg 9 વડોદરા એરપોર્ટ ખાતે સૈનિકોની સ્મૃતિમાં થ્રિડી પેઇન્ટિગ કરી અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 

વિશેષ થ્રીડી પેઇન્ટિંગ દ્વારા સૈનિકોના સુંદર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. તો વળી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘બેટી બચાવો બેટી પઢાઓ’નો સંદેશો પણ આપવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટ ખાતે તૈયાર થયેલા શૌર્ય સ્થળ નાગરિકો માટે સેલ્ફી તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં આ સ્થળે શહેરીજનો અને હવાઇ મુસાફરી કરનાર નાગરિકો પેઇન્ટિગ સાથે સેલ્ફી લઇ ગૌરવ અનુભવી શકશે.