Not Set/ વડોદરા: વોટ માંગવા આવતા સાંસદો સામે લોકોનો આક્રોશ,નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

વડોદરા, વડોદરાનાં આ વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સામે આક્રોશ છે. કારણ કે, લોકોનો આક્ષેપ છે કે, પાંચ વર્ષમાં આ નેતાઓ અહીં ફરક્યા નથી. જેથી હવે તેઓને વોટ પણ નહીં આપે સાથે જ નેતાઓને પ્રવેશ કરશે તો વિસ્તારમાં ભારે વિરોધનો સામનો કરવો પડી શકે છે. વડોદરામાં પ્રાથમિક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહેનાર ચુંટાયેલા પ્રજાનાં પ્રતિનિધિઓ […]

Gujarat Vadodara
hha 10 વડોદરા: વોટ માંગવા આવતા સાંસદો સામે લોકોનો આક્રોશ,નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

વડોદરા,

વડોદરાનાં આ વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સામે આક્રોશ છે. કારણ કે, લોકોનો આક્ષેપ છે કે, પાંચ વર્ષમાં આ નેતાઓ અહીં ફરક્યા નથી. જેથી હવે તેઓને વોટ પણ નહીં આપે સાથે જ નેતાઓને પ્રવેશ કરશે તો વિસ્તારમાં ભારે વિરોધનો સામનો કરવો પડી શકે છે.

વડોદરામાં પ્રાથમિક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહેનાર ચુંટાયેલા પ્રજાનાં પ્રતિનિધિઓ એટલે કે નેતાઓને આ વખતે વોટ માંગવા ન આવવા અપીલ કરતાં બેનર્સ લગાવવામાં આવ્યાં છે. નેતાઓનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવતાં આ બેનર્સથી વડોદરામાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ચુંટણી આવતાં જ મતદારોએ તેમનો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે.વડોદરાનાં વિશ્વામિત્રી વિસ્તારમાં લાગેલાં આ બેનરો તેની સાબિતી છે. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લગતાં કામો ન થતાં પ્રજાએ હવે ચુંટણી બહિષ્કાર કરવાનું મન બનાવ્યું છે.

વાસ્તવમાં વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા વર્ષો જુનાં રેલ્વે ઓવરબ્રિજને પહોળો કરવાની કામગીરી છેલ્લાં ઘણાં સમયથી હાથ ધરી છે. જેને લઇને વિસ્તારમાં મહાકાળીનગર અને સુભાષનગરનાં ઝુંપડા તોડી પાડવામાં આવ્યાં હતાં. પરંતુ ત્યારબાદ રહીશોને પાલિકાએ રહીશોને મકાન ન ફાળવતાં લોકો ઝુંપડામાં રહેવા મજબૂર છે. એટલું જ નહીં વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છે અને રોડ રસ્તા પણ ખસ્તાહાલ પરિસ્થિતિમાં છે. જેથી હવે રહીશોએ ન માત્ર વિસ્તારમાં નેતાઓનાં પ્રવેશ પર પ્રતિબંધનાં બેનર્સ લગાવ્યા છે. પરંતુ વોટ માંગવા આવનાર નેતાઓને ચમત્કાર બતાવવાનું પણ નક્કી કર્યું છે.

વડોદરાનાં આ વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સામે આક્રોશ છે. કારણ કે, લોકોનો આક્ષેપ છે કે, પાંચ વર્ષમાં આ નેતાઓ અહીં ફરક્યા નથી. જેથી હવે તેઓને વોટ પણ નહીં આપે સાથે જ નેતાઓને પ્રવેશ કરશે તો વિસ્તારમાં ભારે વિરોધનો સામનો કરવો પડી શકે છે.

વડોદરામાં  વિશ્વામિત્રી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા પ્રજામાં રોષ જોવા મળ્યા છે.પ્રાથમિક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહેનાર નેતાઓને આ વખતે વોટ માંગવા ન આવવા અપીલ કરતાં બેનર્સ લગાવવામાં આવ્યાં છે. નેતાઓનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવતાં આ બેનર્સથી વડોદરામાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.