Not Set/ દીકરાએ પ્રેમ લગ્ન કર્યા તો માતાને માર મારીને ઢોરની સાથે બાંધી દીધી, વિડીયો વાયરલ

વડોદરા શહેર નજીકના ગામડામાં 21મી સદીમાં જુનવાણી વિચારધારાને ઉજાગર કરતી અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી છે. રાજપીપળાના ગામમાં પ્રેમલગ્ન કરનારા પુત્રની 48 વર્ષીય માતાને વેવાઇ પક્ષે માર મારી ઝાડ સાથે છ કલાક સુધી બાંધી રાખી હતી. સમગ્ર ઘટનાની જાણ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને થતાં સ્થળ પર જઇને મહિલાને મુક્ત કરાવી હતી. જો કે બંને પક્ષ વચ્ચે […]

Gujarat
nrb દીકરાએ પ્રેમ લગ્ન કર્યા તો માતાને માર મારીને ઢોરની સાથે બાંધી દીધી, વિડીયો વાયરલ

વડોદરા શહેર નજીકના ગામડામાં 21મી સદીમાં જુનવાણી વિચારધારાને ઉજાગર કરતી અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી છે. રાજપીપળાના ગામમાં પ્રેમલગ્ન કરનારા પુત્રની 48 વર્ષીય માતાને વેવાઇ પક્ષે માર મારી ઝાડ સાથે છ કલાક સુધી બાંધી રાખી હતી. સમગ્ર ઘટનાની જાણ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને થતાં સ્થળ પર જઇને મહિલાને મુક્ત કરાવી હતી. જો કે બંને પક્ષ વચ્ચે સમાધાન ના થતાં આખરે સમગ્ર મામલો રાજપીપળા પોલીસને સોંપાયો હતો.

રાજપીપળા નજીકના ગામમાં રહેતી સુખીબેન (નામ બદલ્યું છે) નામની મહિલાના પુત્રે 3 માસ પહેલાં ગામની યુવતી સાથે કોર્ટમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પુત્રના સાસરિયાએ સમાજનું પંચ બેસાડી જે કાંઇ લેવા-દેવાનું હોય તે વિધિ પૂર્ણ કરવા સુખીબેનને જણાવ્યું હતું પણ સુખીબેન અને તેના પુત્રે ઇન્કાર કર્યો હતો. ગુરૂવારે સવારે જ્યારે સુખીબેન અને તેનો પતિ ઘેર હતાં અને પુત્ર તથા વહુ બહાર ગયા ત્યારે પુત્રના સાસરી પક્ષના લોકો ઘેર આવ્યા હતા અને સુખીબેનના પતિને ઢોરમાર માર્યો હતો. જેથી ગભરાઇને સુખીબેનનો પતિ ભાગી ગયો હતો.