Not Set/ વડોદરા: મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં તસ્કરોનો હાથફેરો

વડોદરા, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામની સીમમાં બંધ હાલતમાં રહેલી મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ત્રાટકી 92 હજારની માલમતાની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ચોરીની દિશામાં તપાસ આગળ ધપાવી અને ગણત્રીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાંખી આરોપીઓને જેલની હવા ખાતા કરી દિધા છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત […]

Gujarat Vadodara Trending
IMG 20181019 WA0084 વડોદરા: મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં તસ્કરોનો હાથફેરો

વડોદરા,

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામની સીમમાં બંધ હાલતમાં રહેલી મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ત્રાટકી 92 હજારની માલમતાની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી.

IMG 20181019 WA0084 1 વડોદરા: મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં તસ્કરોનો હાથફેરો

પોલીસે ચોરીની દિશામાં તપાસ આગળ ધપાવી અને ગણત્રીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાંખી આરોપીઓને જેલની હવા ખાતા કરી દિધા છે.

IMG 20181019 WA0084 2 વડોદરા: મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં તસ્કરોનો હાથફેરો

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના બામણગામની સીમમાં આવેલી અને બંધ હાલતમાં પડેલી મોર્ડન પેટ્રોફિલ્સ કંપનીમાં ત્રણ થી ચાર જેટલા ચોર ઇસમોએ કંપનીમાં પ્રવેશી ટ્રાન્જીસ્ટર મોડ્યુલ નંગ ૧ કિંમત રૂપિયા ૨૨ હજાર કોન્ટેક્ટર રિલે સ્પેક્ટીક એન્ડ કોઇલનો એક લૉટ કિંમત રૂપિયા ૫૫ હજાર એફ યુ એસ સ્વિચ નંગ ૨ કિંમત રૂપિયા ૬ હજાર તથા સ્ટ્રલોસ્કોપ નંગ ૧ કિંમત રૂપિયા ૯ હજાર મળી કુલ રૂપિયા 92 હજારના સ્પેરપાર્ટસની ચોરી કરી પલાયન થઇ ગયા હતા…