Not Set/ વડોદરામાં મહિલા તલાટીએ પ્રમી સાથે ફોન પર વાત કરતાં કરતાં કરી આત્મહત્યા

વડોદરા, વડોદરામાં મહિલા તલાટીની આત્મહત્યા બાબતે કરજણ તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ પંકજ પટેલ સામે ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જેમાં મૃતકે પોતાની સ્યુસાઇડ નોટમાં પંકજ પટેલ દ્રારા લગ્નના સપના બતાવી શારિરીક શોષણ કરવામાં આવી રહયું હોવાનો સનસની ખેજ આરોપ કરતાં સમગ્ર વિસ્તારમાં આ બનાવ ચર્ચોનો વિષય બન્યો છે. તેણીના પર્સમાંથી સ્યુસાઇડ નોટ […]

Top Stories Gujarat Vadodara
mantavya વડોદરામાં મહિલા તલાટીએ પ્રમી સાથે ફોન પર વાત કરતાં કરતાં કરી આત્મહત્યા

વડોદરા,

વડોદરામાં મહિલા તલાટીની આત્મહત્યા બાબતે કરજણ તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ પંકજ પટેલ સામે ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જેમાં મૃતકે પોતાની સ્યુસાઇડ નોટમાં પંકજ પટેલ દ્રારા લગ્નના સપના બતાવી શારિરીક શોષણ કરવામાં આવી રહયું હોવાનો સનસની ખેજ આરોપ કરતાં સમગ્ર વિસ્તારમાં આ બનાવ ચર્ચોનો વિષય બન્યો છે. તેણીના પર્સમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. મહિલા તલાટીએ ભાઇબીજના દિવસે જ આત્મહત્યા કરી હતી.

મળતી માહિતી મુજબ પંકજ પટેલે પોતે કુંવારો હોવાનું નાટક કરીને કરજણ તાલુક પંચાયતમાં તલાટી તરીકે નોકરી કરતી અંજના રાઠોડને પોતાની પ્રેમઝાળમાં ફસાવી હતી.

યુવતીને થોડા જ દિવસોમાં માલુમ પડી ગયું હતું કે તેનો પ્રેમી કુંવારો નહીં પરંતુ પરિણીત છે. પ્રેમી તરફથી દગો મળ્યાનું જાણીને અંજના શરૂઆતમાં ઉદાસ રહેવા લાગી હતી. બાદમાં તેણીએ આઘાતમાં આવીને મુંડન કરાવી નાખ્યું હતું.

જોકે, હતાશા અને આઘાતમાં સરી પડેલી અંજનાએ બે દિવસ પછી જે પગલું ભર્યું તે ખૂબ જ દુઃખદ હતું. અંજનાએ તેના ઘરે પંખા વડે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.

mantavya 1 વડોદરામાં મહિલા તલાટીએ પ્રમી સાથે ફોન પર વાત કરતાં કરતાં કરી આત્મહત્યા

આ ઘટનાની તપાસમાં માલુમ પડ્યુ કે પ્રેમી પરિણીત હોવાનું માલુમ પડ્યા બાદ અંજના અને પંકજ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ દરમિયાન પંકજ પટેલે તેની પત્નીને છોડવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમજ અંજનાને એવી વાત કરી હતી કે, ‘તારે મારી રખાત તરીકે રહેવું હોઈ તો મને કોઈ વાંધો નથી. જો આવું ન કરવું હોય તો તું મરી જા’. એવી પણ માહિતી મળી છે કે અંજનાએ જે દિવસે આપઘાત કર્યો હતો તે દિવસે તેનો પ્રેમી સાંજે તેના ઘરે ગયો હતો. જોકે, પરિવારના સભ્યોએ તેને ઓળખી લેતા તે ફરાર થઈ ગયો હતો.