Not Set/ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર-વેપારીની મિલિભગતનો પર્દાફાશ,દર્દીઓ પાસેથી આવી રીતે પડાવવામાં આવતા રૂપિયા

વલસાડ સામાન્ય આવક ધરાવતા દર્દીઓ માટે બનેલી સરકારી સીવીલ હોસ્પિટલોમાં જ્યારે પેશન્ટના ખીસાના ઓપરેશન ચાલુ થાય ત્યારે તંત્ર પર અનેક સવાલો ઉભા થાય છે.વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ઓછા ખર્ચે સારવાર કરવાને બદલે તેમની પાસેથી ઓપરેશનનાં નામે હજારો રૂપિયા પડાવવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો હોવાના કોભાંડનો ખુલાસો થયો છે. જેનો ભંડાફોડ એક દર્દીની પુત્રીએ કરતા સિવિલ […]

Top Stories
sddefault 2 વલસાડની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર-વેપારીની મિલિભગતનો પર્દાફાશ,દર્દીઓ પાસેથી આવી રીતે પડાવવામાં આવતા રૂપિયા

વલસાડ

સામાન્ય આવક ધરાવતા દર્દીઓ માટે બનેલી સરકારી સીવીલ હોસ્પિટલોમાં જ્યારે પેશન્ટના ખીસાના ઓપરેશન ચાલુ થાય ત્યારે તંત્ર પર અનેક સવાલો ઉભા થાય છે.વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ઓછા ખર્ચે સારવાર કરવાને બદલે તેમની પાસેથી ઓપરેશનનાં નામે હજારો રૂપિયા પડાવવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો હોવાના કોભાંડનો ખુલાસો થયો છે. જેનો ભંડાફોડ એક દર્દીની પુત્રીએ કરતા સિવિલ હોસ્પીટલમાં હડકંપ મચી જવા પામ્યો છે.

વાંસદા ગામે રહેતા ગજાનંદભાઈ પારેખને પગમાં ફ્રેકચર થતા તેમણે તેમની પુત્રી વલસાડ સિવિલ હોસ્પિટલ માં ઓછા ખર્ચે સારવાર મળશે એમ માની ને સારવાર અર્થે લઈને આવી હતી..ગજાનંદભાઇને પગન ફેક્ચરની સારવાર કરી રહેલાં ડોક્ટર ચિંતને તેમના ફેક્ચર થયેલાં પગમાં પ્લેટ નાંખવી પડશે તેમ જાણ કરીને તેમના પરિવારે એક ખાનગી વેપારી પાસેથી પ્લેચ ખરીદવા જણાવ્યું હતું.ડોક્ટર ચિંતને ગજનંદભાઇની પુત્રીઓ સોનલ અને નીતાને કોઇ મૌલિકભાઇનો મોબાઇલ નંબર આપ્યો હતો અને પ્લેટનો ખર્ચ 20,000 રૂપિયા થશે તેમ જણાવ્યું હતું.

સોનલબેન પારેખ કહે છે કે મારા પિતાને હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા પછી ડોક્ટરે એક ચિઠ્ઠી લખીને આપી હતી અને અહીંથી દવાઓ અને બીજા સાધનો ખરીદી લાવવા જણાવ્યું હતું.પિતાની પ્લેટનો ખર્ચ 20 હજાર રૂપિયા જેટલો થતો હતો અને અમારે ખાનગી વ્યક્તિને આપી દેવો તેવું કહેવામાં આવ્યું હતું.

પિતાની ખરાબ હાલત જોતા પુત્રીઓએ પિતાના ઓપરેશન માટે વલસાડ સીવીલના તબીબોને હા તો પાડી દીધી પરંતું પાછળથી પૈસાના પેમેન્ટને લઇને માથાકુટ થઇ હતી.મૌલિકભાઇ નામની વ્યક્તિએ પ્લેટના 20,000 રૂપિયા લેવા માટે ગજાનંદભાઇની પુત્રીઓ પર દબાણ શરૂ કર્યું હતું.જો કે બંને પુત્રીઓ એક લેખિત ફરિયાદ સાથે અચાનક મેડીકલ સુપ્રીટેન્ડન્ટ પાસે પહોચી જતા સમગ્ર કોભાંડ પરથી પડદો ઉઠ્યો હતો.

જો કે વલસાડ સીવીલ હોસ્પિટલના સુત્રોનું કહેવું છે કે ગજાનંદ પારેખ પાસે બીપીએલ કાર્ડ નહોતું એટલે તેમણે મોંઘા સાધનો ખરીદવા પડી શકે છે.

મેડીકલ સુપ્રીટેન્ડન્ટ ડો.આર.એમ.જીત્યાનું કહેવું છે કે બીપીએલ કાર્ડ ધરાવતા ગરીબ દર્દીઓ છે તેમના પૈસા સરકાર પુરા પાડે છે, પંરતું સારી આવક ધરાવતા દર્દીઓ માટે હોસ્પિટલો સાધનો નથી પુરા પડતી તેમણે ક્યારેક લાવવા પડે છે. આમાં ડોક્ટરની ફરજ એટલી છે કે તે  દવા કે સાધનો લખી આપે છે અને દર્દી જાતે પૈસા ચૂકવીને લઇ આવતા હોય છે.આમાં ડોકટરોનો કોઈ પૈસા ભેગા કરવાનો કોઈ ઈરાદો હોતો નથી હોતો.તબીબો કોઇ દવાની દુકાન પણ સજેશન કરે તેવો કોઈ પણ નિયમ નથી.જો કે ગજાનંદભાઇ સાથે જે કાંઇ બન્યું તે તપાસનો વિષય છે.

સમગ્ર ઘટનાની જાણ થતા મંતવ્ય ન્યુઝની ટીમ  હોસ્પિટલના ઓર્થોપેડિક મેઇલ વોર્ડમાં દાખલ થયેલ ગજાનંદભાઈ પાસે પહોંચી હતી,જયાંથી કેટલી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. વોર્ડમાં સારવાર લઇ રહેલ દર્દીઓને ડોક્ટર ચિંતન અને ત્રાહિત વ્યક્તિ મૌલિક પાસેથી પ્લેટ નાંખવાની ફરજ પાડવામાં આવી રહી હતી.આવા દર્દીઓએ મંતવ્ય ન્યુઝ સમક્ષ આપવીતી કહી હતી. દર્દીઓને  ડોક્ટર ચિંતન દ્વારા હોસ્પિટલ બહારનાં વ્યક્તિ મૌલિકનાં નામની ચબરખીઓ પણ આપવામાં આવી હતી. જોવાની વાત એ છે કે  સીવીલ હોસ્પિટલનાં નામનો એસોસિએટ પ્રોફેસરના નામનો નકલી સ્ટેમ્પ પણ આવી ભલામણ ચિઠ્ઠીઓ પર મારવામાં આવ્યો હતો.

એક દર્દીના પુત્રી હંસાબેન પટેલનું કહેવું છે કે તેમના પિતાને તેઓ સિવિલમાં લઇ આવ્યાં હતાં પણ હવે તબીબોપૈસા માંગે છે એ પૈસા કઈ વસ્તુનાં માંગે છે તે ખબર નથી. હવે તે સ્ટીલની પ્લેટ નાખવાના પૈસા માંગે છે.અમે પૈસા પણ નથી લાવ્યાં. જેમ તેમ કરીને પૈસા ભેગા કર્યા અને આપ્યાં અને થોડા પૈસા આપ્યા અને થોડા પૈસા બાકી છે. જેમાં ૧૦,૦૦૦ રૂપિયા આપવાના બાકી છે, તેમણું કહેવું છે કે પહેલા દસ હજાર આપો પછી અમે પ્લેટ નાખી દઈએ એમ કહે છે.

બીજી તરફ મેડીકલ સુપ્રિટેડન્ટ ડો.આર.એમ.જીત્યાનું કહેવું છે કે મૌલિક ભાઈ નામના કોઈ માણસ સ્ટાફમાં નથી કોઈ બહારના માણસ છે. હોસ્પીટલના સ્ટેમ્પનો ઉપયોગ થયો હોય તેમ જણાય છે તે તપાસ કરવામાં આવશે.