Not Set/ ભાવનગર/ હાથમાં તલવાર લઈને ડાન્સ કરતા જોવા મળ્યા સ્મૃતિ ઈરાની, જુઓ વિડીયો

ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠકના સાંસદ અમેઠી અને કેન્દ્રીય કાપડ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની શુક્રવારે ભાવનગરમાં એક કાર્યક્રમમાં એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ મૂર્તિ ફાઉન્ડેશન ફેસ્ટિવલમાં સ્મૃતિ ઈરાનીએ બાળકો સાથે તલવાર ડાન્સ કર્યો હતો. તલવાર સાથે સ્મૃતિ ઈરાનીનો આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ […]

Gujarat Others
mayaaa 4 ભાવનગર/ હાથમાં તલવાર લઈને ડાન્સ કરતા જોવા મળ્યા સ્મૃતિ ઈરાની, જુઓ વિડીયો

ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠકના સાંસદ અમેઠી અને કેન્દ્રીય કાપડ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની શુક્રવારે ભાવનગરમાં એક કાર્યક્રમમાં એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ મૂર્તિ ફાઉન્ડેશન ફેસ્ટિવલમાં સ્મૃતિ ઈરાનીએ બાળકો સાથે તલવાર ડાન્સ કર્યો હતો. તલવાર સાથે સ્મૃતિ ઈરાનીનો આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ મૂર્તિ ફાઉન્ડેશન ફેસ્ટિવલમાં બાળકો પરંપરાગત કાર્યક્રમો રજૂ કરી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ત્યાં ઉપસ્થિત બાળકોએ ‘તલવાર રાસ’ નામના પરંપરાગત નૃત્ય દરમિયાન સ્મૃતિ ઈરાનીને તેમાં જોડાવા વિનંતી કરી. આ પછી સ્મૃતિ ઈરાની સ્ટેજ પર પહોંચ્યા અને તેમણે તલવાર વડે બાળકોને ટેકો આપ્યો. ‘તલવાર રાસ’ એ ગુજરાત અને રાજસ્થાનમાં લોકપ્રિય નૃત્ય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે સ્મૃતિ ઈરાની છોકરીઓ સાથે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે. ડાન્સ દરમિયાન સ્મૃતિ ઈરાની પણ સ્ટેજ પર છોકરીઓ જે રીતે સ્ટેપ કરી તે રીતે તેની નકલ કરવાની કોશિશ કરે છે. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.