Not Set/ સુરત પહોંચેલા રાહુલ ગાંધીએ જીએસટી અંગે શું કહ્યું ? વાંચો..

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં સુરતની મુલાકાતે છે. નોટબંધીના નિર્ણયને એક વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ દ્વારા આ દિવસને “કાળો દિવસ” મનાવવાની જાહેરાત કરી છે. ત્યારે સુરતમાં રાહુલ ગાંઘીએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. રાહુલ ગાંધીએ જીએસટી અંગે જણાવ્યું, જીએસટી લાગુ કરતા પહેલા તેમની વાત કોઈએ સાંભળી […]

Top Stories
4 1510120691 સુરત પહોંચેલા રાહુલ ગાંધીએ જીએસટી અંગે શું કહ્યું ? વાંચો..

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં સુરતની મુલાકાતે છે. નોટબંધીના નિર્ણયને એક વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ દ્વારા આ દિવસને “કાળો દિવસ” મનાવવાની જાહેરાત કરી છે. ત્યારે સુરતમાં રાહુલ ગાંઘીએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા.

રાહુલ ગાંધીએ જીએસટી અંગે જણાવ્યું,

  • જીએસટી લાગુ કરતા પહેલા તેમની વાત કોઈએ સાંભળી ન હતી. જીએસટીમાં પાંચ સ્લેબ ન હોવા જોઈએ અને સૌથી વધુ ટેક્સ 18 ટકા હોવો જોઈએ.
  •  જીએસટીના કારણે નાના વેપારીઓ હેરાન થયા છે.
  • નોટબંધી અને જીએસટીના કારણે સુરતના ટેક્સટાઈલ વેપાર પર માઠી અસર પડી છે. અહીંના લોકો કહે છે, કામ કરવું મુશ્કેલ થઈ ગયું છે.
  • વેપારીઓને ડરાવવા, ધમકાવવમાં આવે છે અને કેસો કરવાની ધમકી આપવામાં આવી રહી છે. પણ સચ્ચાઈ દબાવી શકાતી નથી.

રાહુલ ગાંધી સુરતની મુલાકાત દરમિયાન વેપારજગતના ઉદ્યોગપતિઓ તેમજ શ્રમિકો સાથે પણ સંવાદ કરશે. તેમજ ચૌક બજારમાં વિવેકાનંદની પ્રતિમા સામે કેન્ડલ માર્ચ પણ કરશે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા તેઓએ ટ્વીટ દ્વારા “નોટબંધી એ એક ટ્રેજેડી છે. પ્રધાનમંત્રીના એક વિચારહીન નિર્ણયે લોખો લોકોની આજીવિકા અને જીવનને નષ્ટ કરી દીધું છે”. તેમ જણાવ્યું હતું.