Gujarat Rain News/ આગામી છ દિવસ વરસાદ ગુજરાતને કરશે તરબોળ

જરાતમાં આગામી અઠવાડિયુ ચોમાસુ રાજ્યને પાણીથી તરબોળ કરી દેશે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આમ આગામી છ દિવસ સારો એવો વરસાદ પડવાની સંભાવના છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 78 1 આગામી છ દિવસ વરસાદ ગુજરાતને કરશે તરબોળ

Gandhinagar News: ગુજરાતમાં આગામી અઠવાડિયુ ચોમાસુ રાજ્યને પાણીથી તરબોળ કરી દેશે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આમ આગામી છ દિવસ સારો એવો વરસાદ પડવાની સંભાવના છે.

આ ઉપરાંત ગુજરાતમાં સુરત, છોટાઉદેપુર, દાહોદમાં વરસાદ પડવાની આગાહી છે. તેની સાથે ડાંગ, નવસારી, તાપીમાં પણ વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સિવાય દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ આવશે.

દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ આવશે. હવામાન જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. ગઇકાલથી જ વરસાદની અસર શરૂ થઈ ગઈ છે. બુધ અને શુક્ર ગ્રહ આદ્ર નક્ષત્રમાં આવતા વરસાદની આગાહી છે. 17થી 28 જુન સુધી રાજ્યમાં વરસાદ રહેશે. આદ્ર નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે. ભીમ અગિયારે ગુજરાતના ખેડૂતો મુહૂર્તમાં વાવણી કરે છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ ગુજરાતનું ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. હાલ ચોમાસુ આગળ વધારવા માટેની સિસ્ટમ નબળી પડી ગઈ છે, તેથી ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું અને આગળ વધ્યું નથી. થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘કોંગ્રેસ રાજકીય પક્ષ નથી પરંતુ પરિવારની કંપની છે’, પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક આપવા પર ભાજપના પ્રહાર

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી

 આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે