national games/ નેશનલ ગેમ્સમાં ગુજરાતે દિલ્હીને હરાવીને ટેબલ ટેનિસમાં જીત્યો પ્રથમ ગોલ્ડ

સુરતમાં આજે પુરુષ ટેબલ ટેનિસની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી સામે ગુજરાતની ટીમે શાનદાર જીત મેળવી છે

Top Stories Gujarat
11 20 નેશનલ ગેમ્સમાં ગુજરાતે દિલ્હીને હરાવીને ટેબલ ટેનિસમાં જીત્યો પ્રથમ ગોલ્ડ

સુરતના ઇન્ડો સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆત બાદ ગુજરાત સવારથી જ ખૂબ જ સારું પર્ફોમન્સ કરતો દેખાયું હતું. સુરતના હોમ ગ્રાઉન્ડ ઉપર રમતા હરમીત દેસાઈએ ખૂબ જ ધમાકેદાર પર્ફોમન્સ આપતા ફાઇનલમાં પહોંચ્યો હતો.પુરુષ ટેબલ ટેનિસ ફાઈનલમાં ગુજરાતનો દિલ્હી સામે વિજય થયો છે, આ વિજ્ય 3-0 થયો હતો. હરમિત દેસાઇએ ગોલ્ડ જીત્યા બાદ કહ્યું હતું કે આ ગોલ્ડ હું સુરતની જનતાને અર્પણ કરૂ છું. હરમિત દેસાઈની આગેવાનીમાં હરમિત દેસાઈ,માનવ ઠક્કર, માનુષ શાહની પુરુષ ટીમે આ સિદ્ધિ.મેળવી હતી.

સુરતમાં આજે પુરુષ ટેબલ ટેનિસની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી સામે ગુજરાતની ટીમે શાનદાર જીત મેળવી છે. સુરતમાં સાંજે 6 વાગ્યાથી આ ફાઈનલ મેચની શરુઆત થઈ હતી.  સુરતના ઈન્દોર સ્ટેડિયમમાં ગુજરાતની ટેબલ ટેનિસ ટીમનો જીત સાથે શરૂઆત થઇ હતી, દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાયેલી આ મેચમાં રોમાંચ તેના ચરમ હતો. ઈન્ડોર સ્ટેડિયમનો માહોલ જોવા જેવો હતો. ગુજરાતની ટીમે 3-0ના સ્કોરથી આ મેચ જીતી લીધી હતી.

આ સાથે જ પુરુષ ટેબલ ટેનિશની આ સ્પર્ધામાં ગુજરાતની ટીમ ગોલ્ડ મેડલ સાથે પહેલા નંબરે, દિલ્હીની ટીમ સિલ્વર મેડલ સાથે બીજા નંબરે અને મહારાષ્ટ્ર-પશ્ચિમ બંગાળ બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા નંબરે રહ્યા હતા.29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું આયોજન પ્રથમ વખત ગુજરાતમાં થઇ રહ્યું છે