Not Set/ સુરત/ 22 વર્ષના યુવકે બે વર્ષના થેલેસીમિયાગ્રસ્ત બાળકને સ્ટેમ સેલ્સ ડોનેટ કર્યા

થેલેસેમિયા મેજર જેવી બીમારીથી જે બાળકો પીડિતા હોય છે તેમના માટે સ્ટેમ સેલ્સની સારવાર નવું જીવન આપતી હોય છે. સુરતમાં 22 વર્ષના બેન્ક કર્મચારીએ  થેલેસમિયાથી પીડાતા બે વર્ષના બાળકને પોતાના સ્ટેમ સેલ્સ ડોનેટ કર્યા હતા જેના કારણે તેને નવ જીવન મળ્યું હતું. સ્ટેમ સેલ્સ ડોનેટ કરનાર મીત હિરપરા મૂળ અમરેલી જિલ્લાનો વતની છે અને વરાછા […]

Gujarat Surat
Untitled 209 સુરત/ 22 વર્ષના યુવકે બે વર્ષના થેલેસીમિયાગ્રસ્ત બાળકને સ્ટેમ સેલ્સ ડોનેટ કર્યા

થેલેસેમિયા મેજર જેવી બીમારીથી જે બાળકો પીડિતા હોય છે તેમના માટે સ્ટેમ સેલ્સની સારવાર નવું જીવન આપતી હોય છે. સુરતમાં 22 વર્ષના બેન્ક કર્મચારીએ  થેલેસમિયાથી પીડાતા બે વર્ષના બાળકને પોતાના સ્ટેમ સેલ્સ ડોનેટ કર્યા હતા જેના કારણે તેને નવ જીવન મળ્યું હતું.

સ્ટેમ સેલ્સ ડોનેટ કરનાર મીત હિરપરા મૂળ અમરેલી જિલ્લાનો વતની છે અને વરાછા કો-ઓપરેટિવ બેન્કમાં નોકરી કરે છે.મીતે જણાવ્યું કે જય જવાન નાગરિક સમિતિ દ્વારા હાલમાં આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં હું રક્તદાન કરવા માટે ગયો હતો. મેં એક સામાજિક સંસ્થાનો સ્ટોલ જોયો, જ્યાં કોઈનું જીવન બચાવવા માટે સ્ટેમ સેલ્સના સેમ્પલ આપવાનું કહેવામાં આવી રહ્યું હતું. મેં મારા સેમ્પલ આપ્યા હતા અનો થોડા દિવસ બાદ થેલેસેમીયા મેજરથી પીડાતા બે વર્ષના બાળક માટે સ્ટેમ સેલ્સ ડોનેટ કરવા માટે ફોન આવ્યો હતો.

મીત હિરપરાના 35 ટેસ્ટ કરવામાં આવ્યા સાથે જ તેના શરીરમાં સ્ટેમ સેલ્સ વધે તે માટે ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા. શહેરની હોસ્પિટલમાં  તેણે 280મિલી સ્ટેમ સેલ્સ ડોનેટ કર્યા હતા.

વરાછા કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન કાનજી ભાલાળાએ કહ્યું કે, પટેલ સમાજ મીતનું સન્માન કરશે. બેન્ક પણ આ સારા કામ બદલ તેને ઈનામ રૂપે અમુક રકમ આપશે.

મીતે સ્ટેમ સેલ્સ કોને આપવામાં આવ્યા તેની જાણ તેને એક વર્ષ સુધી નહીં થાય. થેલેસેમીયા મેજરથી પીડિતા 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોમાં સ્ટેમ સેલ્સ થેરેપી સફળ જવાનો રેશિયો 95 ટકા છે જ્યારે કેન્સરના દર્દીઓમાં 80 ટકા છે. મોટી ઉંમરના લોકોમાં સકસેસ રેશિયો 60થી 80 ટકા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.