Not Set/ ધાનેરા/ અગમ્ય કારણોસર યુવકે ગળાફાંસો ખાઇ ટુંકાવ્યુ જીવન

રાજ્યમાં આત્મહત્યાના કેસોમાં વધારો થતા જોવા મળી રહ્યો છે. આવામાં વધુ એક આત્મહત્યાનો કેસ ધાનેરાથી સામે આવ્યો છે.અહીં એક યુવકે તેના જ ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. મળતી મહિતી અનુસાર ધાનેરા ગોકુળફાર્મ સોસાયટી ખાતે રહેતા વિનોદભાઇ પીરાજી તુંવર(નાઇ) ઉ,વર્ષ-૩૦ વાળાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ટુંપો ખાઇને આત્મહત્યા કરતા અનેક સવાલો ઉભા થયા […]

Gujarat Others
Murderr ધાનેરા/ અગમ્ય કારણોસર યુવકે ગળાફાંસો ખાઇ ટુંકાવ્યુ જીવન

રાજ્યમાં આત્મહત્યાના કેસોમાં વધારો થતા જોવા મળી રહ્યો છે. આવામાં વધુ એક આત્મહત્યાનો કેસ ધાનેરાથી સામે આવ્યો છે.અહીં એક યુવકે તેના જ ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું.

મળતી મહિતી અનુસાર ધાનેરા ગોકુળફાર્મ સોસાયટી ખાતે રહેતા વિનોદભાઇ પીરાજી તુંવર(નાઇ) ઉ,વર્ષ-૩૦ વાળાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ટુંપો ખાઇને આત્મહત્યા કરતા અનેક સવાલો ઉભા થયા હતા. જાણવા મળેલ માહીતી મુજબ  વિનોદભાઇ નાઇના લગ્ન થયેલ હતા અને તેમને બે દિકરીઓ પણ છે.

તેઓ પોતાના ઘરના તમામ વહીવટ પણ સંભાળતા હતા પોતાની દુકાને પોતાનો ધંધો કરતા હતા પરંતુ સોમવારની રાત્રીના સમયે પોતાના ઘરમાં ટુંપો ખાઇ લીધો હતો અને સવારે જ્યારે ઘરના જાગ્યા ત્યારે ખબર પડતા આજુબાજુ ના લોકોને દોડી આવ્યા હતા.

આ બાબતે પોલિસને જાણ કરતાં પોલિસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનારની લાસને પોસ્ટમોટમ માટે ધાનેરા સરકારી હોસ્પીટલ ખાતે મોકલવામાં અવી હતી.

આ અંગેની જાણ નાઇ સમાજના લોકોને થતાં તેઓ તમામ પોતાના રોજગાર ધંધા બંધ કરીને સરકારી હોસ્પીટલ ખાતે ઉમટી પડ્યા હતા અને પી.એમ. કર્યા પછી મૃતકને અગ્નીસંસ્કાર કરવા લઇ ગયા હતા પરંતુ આ આત્મહત્યા કરવા પાછળનુ કોઇ કારણ જાણવા મળ્યુ ન હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.