રાજ્યમાં જેમ જેમ દિવસ ઊગે છે તેમ તેમ અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક મહિલા પોફેસરનું મોત નીપજયું છે.આ અકસ્માત AMC ના ડમ્પર અને એક્ટિવા વચ્ચે સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર AMC ના ડમ્પરે એક્ટિવા ચાલક કે કે શાસ્ત્રી કોલેજ ના મહિલા પોફેસરને કાકરિયા ઉજાણીગુહ પાસે અડફેટે લીધા. અકસ્માતમાં મૃત્યુપામનાર મહિલા પોફેસરની ઓળખ આરતી ઝવેરી (34) તરીકે થઈ છે.
ઘટનાની જાણ થતાં મણિનગર પોલિસ ની ચાર થી વધુ ગાડી ઓ ઘટના પર પહોંચી છે.
આ અકસ્માતની ખાસ વાતએ છે કે લોકોએ ડમ્પર ચાલકને ઝડપીને પોલિસને સોપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.