Not Set/ 135 કરોડનો ખર્ચ અને ગણતરીના જ દિવસોમાં પડ્યું વિધાનસભાની છતમાં ગાબડું

ગાંધીનગર ગાંધીનગરમાં વિધાનસભાની છતમાં ગાબડું પડ્યું છે. છત પર લગાવવામાં આવેલી ટાઈલ્સમાંથી 2 ટાઈલ્સ તુટીને નીચે પડી હતી જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 14 મહિના પહેલા જ 36 વર્ષ જૂના સંકુલના રીનોવેશનની કામગીરી પૂર્ણ થઈ હતી. 20 માર્ચ 1978ના રોજ વિધાનસભા બિલ્ડિંગનો શિલાન્યાસ તત્કાલીન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીના હસ્તે થયો હતો […]

Top Stories
Untitled 3 135 કરોડનો ખર્ચ અને ગણતરીના જ દિવસોમાં પડ્યું વિધાનસભાની છતમાં ગાબડું

ગાંધીનગર

ગાંધીનગરમાં વિધાનસભાની છતમાં ગાબડું પડ્યું છે. છત પર લગાવવામાં આવેલી ટાઈલ્સમાંથી 2 ટાઈલ્સ તુટીને નીચે પડી હતી જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

14 મહિના પહેલા જ 36 વર્ષ જૂના સંકુલના રીનોવેશનની કામગીરી પૂર્ણ થઈ હતી. 20 માર્ચ 1978ના રોજ વિધાનસભા બિલ્ડિંગનો શિલાન્યાસ તત્કાલીન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીના હસ્તે થયો હતો જયારે તત્કાલીન રાજ્યપાલ શારદા મુખર્જીના હસ્તે 8 માર્ચ 1982ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા જ વિધાનસભાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને 135 કરોડ રૂપિયાના ખર્ચે આ નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવીનીકરણના થોડા દિવસો બાદ વિધાનસભાની છતમાં ગાબડું પડતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.