વડોદરા/ ગુજરાતી માધ્યમની સ્કૂલો થશે બંધ, વાલીઓએ જિ. શિક્ષણ અધિકારીને કરી રજૂઆત

ગુજરાતી માધ્યામની સાત શાળામાં વિધાર્થીઓની અપૂરતી સંખ્યાના કારણે શાળા સંચાલકો દ્ધારા શાળા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેને લઈ વાલીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો.

Gujarat Vadodara
ગુજરાતી માધ્યામની
  • વડોદરા શહેરમાં શાળા સંચાલકોનો નિર્ણય
  • શાળામાં અપૂરતી સંખ્યાને લઈ લેવાયો નિર્ણય
  • ગુજરાતી માધ્યામની 7 શાળા બંધ કરાતા રોષ
  • વાલીઓએ જિ. શિક્ષણ અધિકારીને કરી રજૂઆત

વડોદરા શહેરમાં ગુજરાતી માધ્યામની સાત શાળામાં વિધાર્થીઓની અપૂરતી સંખ્યાના કારણે શાળા સંચાલકો દ્ધારા શાળા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેને લઈ વાલીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો. વાલીઓએ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.. કે શાળા સંચાલકો દ્વારા ઓચિંતી શાળા બંધ કરવાનો નિર્ણય કરાયો છે.. જેથી બાળકોનું ભવિષ્ય બગડે નહીં તે હેતુથી બીજી શાળામાં તાત્કાલિક એડમિશન કરાવી આપવામાં આવે તેવી માગ કરી હતી. તો આ તરફ વાલીઓની રજૂઆત બાદ બંધ થતી શાળાના તમામ વિધાર્થીઓને ડીઈઓ કચેરી દ્વારા અન્ય શાળામાં એડમિશન આપવામાં આવશે તેવી ખાતરી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી..

માં બાપ ની પોતાના સંતાનો ને એંગ્રેજી માધ્ય્મ માં ભણવાની ઘેલછા ના કારણે ગુજરાતી માધ્યમ ની સાત શાળા માં વિધાર્થીઓની સંખ્યા અપૂરતી થઇ જતા શાળા સંચાલકો દ્ધારા શાળા બંધ કરી દેવાના નિર્ણય નો વાલીઓ દ્ધારા વિરોધ કરવામાં આવ્યો

વડોદરા શહેરમાં શાળા સંચાલકો દ્વારા શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા શાળામાં ભણતા બાળકો અને વાલીઓ ચિંતામાં મુકાયા છે અને તેઓ દ્વારા આજરોજ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે શાળા સંચાલકો દ્વારા ઓચિંતી શાળા બંધ કરવાનો નિર્ણય કરાતા બાળકોનું ભવિષ્ય બગડે નહીં તે હેતુથી બીજી શાળામાં તાત્કાલિક એડમિશન કરાવી આપવામાં આવે તેવી માગ કરી હતી

શાળા સંચાલકો દ્વારા ઓચિંતી સ્કુલો બંધ કરી દેવાના નિર્ણય ને કારણે વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે બાળક ના અન્ય શાળા માં પ્રવેશ મેળવા એક શાળા એ થી બીજી શાળા માં ધક્કા ખાવા પડી રહ્યા છે તો બીજી બાજુ સરકારી સ્કુલમાં સુવિધાઓ નથી અને કેટલીક સરકારી સ્કુલો જર્જરિત હાલત માં છે ત્યારે હવે વાલીઓએ મોંઘી ફી વસુલતી શાળા માં પોતાના સંતાનો ને મૂકી સ્કુલના યુનિફોર્મ સાથે અન્ય ખર્ચ નો વધુ એક ભાર સહન કરવો પડશે

વાલીઓની જિલ્લા શિક્ષણ અધિકારી ને રજૂઆત બાદ જિલ્લા શિક્ષણ અધિકારી એ વાલી ઓને આશ્વાસન આપ્યું હતું કે શાળા બંધ થવા થી કોઈ પણ વિધાર્થી ના ભવિષ્યnને નુકશાન નહિ થાય અને ડીઈઓ કચેરી દ્ધારા જ બન્ધ થતી શાળા ના તમામ વિધાર્થીઓને અન્ય શાળા માં એડમિશન આપવામાં આવશે.

આ પણ વાંચો:ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત