Ahmedabad new/ અમદાવાદમાં સગીરે પૂણે જેવો કર્યો અકસ્માત, જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી સગીરા

અમદાવાદમાં સગીરોએ પૂણે જેવો અકસ્માત કર્યો છે. તેમના અકસ્માતનો ભોગ બનેલી 15 વર્ષની સગીરા જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પૂણેના પોર્શ કાર ચલાવીને સગીરે બેને કચડી નાખ્યા હતા તેમ અમદાવાદમાં પુણે જેવો અકસ્માત સર્જતા સગીરે ઓવરસ્પીડમાં બેફામ કાર ચલાવીને 15 વર્ષની સગીરાને રીતસરની હવામાં દસ ફૂટ જેટલી ઉછાળી હતી.

Gujarat Ahmedabad Top Stories Breaking News
Beginners guide to 2024 06 01T164953.642 અમદાવાદમાં સગીરે પૂણે જેવો કર્યો અકસ્માત, જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી સગીરા

Ahmedabad News: અમદાવાદમાં સગીરે પૂણે જેવો અકસ્માત કર્યો છે. તેમના અકસ્માતનો ભોગ બનેલી 15 વર્ષની સગીરા જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પૂણેના પોર્શ કાર ચલાવીને સગીરે બેને કચડી નાખ્યા હતા તેમ અમદાવાદમાં પુણે જેવો અકસ્માત સર્જતા સગીરે ઓવરસ્પીડમાં બેફામ કાર ચલાવીને 15 વર્ષની સગીરાને રીતસરની હવામાં દસ ફૂટ જેટલી ઉછાળી હતી.

ફક્ત રીલ બનાવીને સોશિયલ મીડિયા પર ફેમ મેળવવાની લ્હાયમાં સગીરે આ અકસ્માત કર્યો છે. બાળકીના પરિવારજનોની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. આશ્ચર્યની વાત છે કે અમદાવાદમાં હવે એક તથ્ય ઓછો પડ્યો છે કે હવે જાણે શહેરની ગલીએ-ગલીએ તથ્ય ફૂટી નીકળ્યા છે. નાગરિકો આ પ્રકારના અકસ્માતને લઈને એકદમ નિસહાયપણાની સ્થિતિ અનુભવી રહ્યા છે.

અમદાવાદમાં તથ્યના કેસમાં તો હજી મૃત્યુ પામેલા નવના કુટુંબીઓને તો ન્યાય મળ્યો નથી ત્યાં આ વધુ એક કેસ આવીને ઊભો છે. અમદાવાદમાં તો રસ્તા પર બેફામ વાહન ચલાવતા આવતા આવા કેટલાય નબીરા છે. પોલીસનો જાણે કોઈને ભય જ રહ્યો નથી તેવી સ્થિતિ છે. આવા લોકોને રઈ ભરાઈ ગઈ છે કે રૂપિયાની તાકાત પર બધે પહોંચી વળાશે. તંત્ર જો આ પ્રકારના બેફામ કારચાલકો પર અંકુશ નહીં આણે તો છેવટે પ્રજાએ જ રસ્તા પર ઉતરીને તેમના માટે મોતને પૈગામ ફરમાવવો પડશે. પ્રજા આ ગુનેગારોનું મોબ લિન્ચિંગ કરે તેની પોલીસ રાહ જોઈને બેસી રહી છે? તંત્ર ન્યાય આપવામાં ઉણુ ઉતરશે તો પ્રજા પાસે પણ પછી રસ્તા પર ઉતરીને મોબ લિન્ચિંગ જેવો ન્યાય મેળવવા સિવાય કોઈ આરો નહીં રહે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગરમીનો પ્રકોપના કારણે ઉનાળુ વેકેશન એક અઠવાડિયું લંબાવવા શાળા સંચાલક મંડળની માંગ

આ પણ વાંચો: રાજકોટના જેતપુરમાં ટ્રક પૂલ પરથી ખબક્યો

આ પણ વાંચો: જૂનાગઢના વિજયપ્રકાશ સ્વામી સાથે મારામારીના કેસમાં પોલીસ ફરિયાદ

આ પણ વાંચો: ખેડામાં લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલાનો મામલો