Not Set/ ભાજપના કદાવર નેતાની ધરપકડ, કયા ગુના હેઠળ ધરપકડ કરાઈ તે અંગે પોલીસનું મૌન

સેલવાસ, સેલવાસમાં બાપુના હૂલામણા નામથી જાણીતા અને ભાજપના કદાવર નેતા ગણાતા ફતેહસિંહ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મસમોટા કાફલા સાથે તેમના નિવાસ્થાનેથી તેમની ધરપકડ કરી હતી. ફતેસિંહ ચૌહાણની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે. લાયન્સ ઈંગ્લિંશ સ્કૂલ અને દેવકીબા મોહનસિંહજી કોલેજના ચેરમેન ફતેહસિંહ ચૌહાણની કયા ગુના […]

Top Stories Gujarat Others Trending
mantavya 145 ભાજપના કદાવર નેતાની ધરપકડ, કયા ગુના હેઠળ ધરપકડ કરાઈ તે અંગે પોલીસનું મૌન

સેલવાસ,

સેલવાસમાં બાપુના હૂલામણા નામથી જાણીતા અને ભાજપના કદાવર નેતા ગણાતા ફતેહસિંહ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મસમોટા કાફલા સાથે તેમના નિવાસ્થાનેથી તેમની ધરપકડ કરી હતી.

ફતેસિંહ ચૌહાણની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે. લાયન્સ ઈંગ્લિંશ સ્કૂલ અને દેવકીબા મોહનસિંહજી કોલેજના ચેરમેન ફતેહસિંહ ચૌહાણની કયા ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે તે માટે મૌન સેવ્યું છે.

mantavya 146 ભાજપના કદાવર નેતાની ધરપકડ, કયા ગુના હેઠળ ધરપકડ કરાઈ તે અંગે પોલીસનું મૌન

ફતેહસિંહ ચૌહાણને વહેલી સવારે તેના ઘરેથી દાનહના સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર મનસ્વી જૈન, સેલવાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે. બી. મહાજન સહીતના પોલીસ સ્ટાફે ધરપકડ કરી હતી. અને સેલવાસ પોલીસ મથકે લવાયા હતાં. આ સમયે મોટી સંખ્યામાં ફતેહસિંહના શુભચિંતકો સહીત નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતાં.

પરંતુ એવી આશંકા છે કે જમીન દબાણ અને એટ્રોસીટિ એક્ટ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ રાજકિય શતંરજના ખેલમાં તેમને માત આપવા ધરપકડ કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે સાચુ કારણ શું છે તે જાણવા માટે લોકો એકબીજાને ફોન કરી જાણવાની કોશીશ કરી રહ્યાં છે.