Not Set/ છોટાઉદેયપુરના જંગલમાં ભારે આગ,વન્ય વિભાગ મોડો પહોંચતા ભારે નુકશાન

છોટાઉદેયપુર છોટાઉદેયપુરના નસવાડી તાલુકાના રેલીયાઆંબા જંગલમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. નસવાડી વિસ્તારમાં કેટલાય જંગલો આવેલા છે. જેમાં રેલીયાઆંબા જંગલ નસવાડીથી 20 કિલોમીટર દુર આવેલું છે. આ જંગલ ડુંગર વાળા વિસ્તારમાં આવેલુ છે. આ જંગલમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આ આગ અંદાજીત 1 કિલોમીટના વિસ્તાર સુધી ફેલાઈ હતી. આગને 3 કિલોમીટર સુધી […]

Gujarat
rahul1 છોટાઉદેયપુરના જંગલમાં ભારે આગ,વન્ય વિભાગ મોડો પહોંચતા ભારે નુકશાન

છોટાઉદેયપુર

છોટાઉદેયપુરના નસવાડી તાલુકાના રેલીયાઆંબા જંગલમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. નસવાડી વિસ્તારમાં કેટલાય જંગલો આવેલા છે. જેમાં રેલીયાઆંબા જંગલ નસવાડીથી 20 કિલોમીટર દુર આવેલું છે. આ જંગલ ડુંગર વાળા વિસ્તારમાં આવેલુ છે. આ જંગલમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આ આગ અંદાજીત 1 કિલોમીટના વિસ્તાર સુધી ફેલાઈ હતી. આગને 3 કિલોમીટર સુધી જોય શકાતી હતી. તેટલી આગ ફેલાઈ હતી.

તમને જણાવી દઈએ કે આ જંગલની આગ બુજાવવા માટે મોડી રાત સુધી વનવિભાગનાં કોઈ અધિકારી ત્યાં આવ્યા ન હતા.જંગલમાં સુકા પાન હોવાના કારણે આગ વધુને વધુ ફેલાવા લાગી હતી. જોકે જંગલની નજીકના વિસ્તારમાં રહેણાંક ન હોવાથી આગ વધુ ફેલાઈ હતી.

rahul છોટાઉદેયપુરના જંગલમાં ભારે આગ,વન્ય વિભાગ મોડો પહોંચતા ભારે નુકશાન

મહત્વનું છે કે રેલીયાઆંબા જંગલમાં ખુબ મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ અહી રહે છે. જોકે આગ લાગતા જ વન્ય પ્રાણીઓ અન્ય જગ્યાએ જતા રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આગ એટલી ફેલાઈ હતી કે 3 કિલોમીટર સુધી જોય શકાતી હતી. તેમ છતાં પણ વનવિભાગનાં આરએફઓ અને સ્ટાફ ઘટના સ્થળે આવ્યા ન હતા.