Not Set/ સુરતના આ બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે શરૂ કર્યું સર્ચ ઓપરેશન 

સુરત ઘણા સમયથી સુરત શહેરમાં શાંત બેઠેલું ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આજે હરકતમાં આવ્યું હતું. ડાયમંડ સિટી સુરતમાં જાણીતા હેપ્પી હોમ બિલ્ડર ગ્રુપ પર આઇ.ટી.વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે  આઇ.ટી.ના અધિકારીઓએ વહેલી સવારથી જ અલગ અલગ ટીમો બનાવી હતી અને હેપ્પી હોમ ગ્રુપ પર કાર્યવાહી હાથ ધરી હતી. હેપ્પી હોમ ગ્રુપ દ્વારા શહેરમાં ટેક્સટાઈલ માર્કેટની […]

Gujarat
Untitled 7 સુરતના આ બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે શરૂ કર્યું સર્ચ ઓપરેશન 

સુરત

ઘણા સમયથી સુરત શહેરમાં શાંત બેઠેલું ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આજે હરકતમાં આવ્યું હતું.

ડાયમંડ સિટી સુરતમાં જાણીતા હેપ્પી હોમ બિલ્ડર ગ્રુપ પર આઇ.ટી.વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે  આઇ.ટી.ના અધિકારીઓએ વહેલી સવારથી જ અલગ અલગ ટીમો બનાવી હતી અને હેપ્પી હોમ ગ્રુપ પર કાર્યવાહી હાથ ધરી હતી.

હેપ્પી હોમ ગ્રુપ દ્વારા શહેરમાં ટેક્સટાઈલ માર્કેટની સાથે સાથે  મકાનો પણ બનાવવામાં આવી રહ્યાં છે.

મંગળવારે  વહેલી સવારે હેપ્પી હોમ ગ્રુપની  ૧૫ થી વધુ  જગ્યાએ આઇ.ટી.અધિકારીઓ  દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું  અને  મહત્વનું છે કે આ હેપ્પી હોમ ગ્રુપ સુરતમાં એશિયાની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટ બનાવી રહ્યા છે.

જો કે આઇ.ટી.વિભાગના દરોડાને પગલે બિલ્ડરની  લોબીમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.ઉલ્લેખનીય છે કે હેપ્પી હોમ ગ્રુપના સંચાલક મુકેશ હિંમત છે.

મહત્વનું છે કે  હેપ્પી હોમ મોટું ગ્રુપ હોવાથી આઈટીને કેટલી બેનામી આવક હાથ લાગે છે તે ચર્ચાનો વિષય બન્યો હતો.