Not Set/ પંચકુલા CBI કોર્ટે બાબા રામ રહીમને આપી જમાનત, પરંતુ હજી પણ રહેશે જેલમાં જ

ડેરા સચ્ચા સોદાનાં પ્રમુખ બાબા રામ રહીમને પંચકુલા CBI કોર્ટે એક કેસમાં જમાનત આપી દીધી છે. 400 સાધુઓને નપુંસક બનાવા મામલે કોર્ટે રામ રહીમને જમાનત આપી છે. પરંતુ રેપ કેસ મામલે સજા ભોગવનાર રામ રહીમ જેલમાં જ રહેશે. સાધ્વીઓ સાથેનાં રેપ મામલે એમને જમાનત મળી નથી. 400 સાધુઓને નપુંસક બનાવા માટેનો કેસ પંચકુલામાં આવેલી સિબિઆઇની […]

Top Stories India
Gurmeet Ram Rahim પંચકુલા CBI કોર્ટે બાબા રામ રહીમને આપી જમાનત, પરંતુ હજી પણ રહેશે જેલમાં જ

ડેરા સચ્ચા સોદાનાં પ્રમુખ બાબા રામ રહીમને પંચકુલા CBI કોર્ટે એક કેસમાં જમાનત આપી દીધી છે. 400 સાધુઓને નપુંસક બનાવા મામલે કોર્ટે રામ રહીમને જમાનત આપી છે. પરંતુ રેપ કેસ મામલે સજા ભોગવનાર રામ રહીમ જેલમાં જ રહેશે. સાધ્વીઓ સાથેનાં રેપ મામલે એમને જમાનત મળી નથી.

400 સાધુઓને નપુંસક બનાવા માટેનો કેસ પંચકુલામાં આવેલી સિબિઆઇની વિશેષ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં રામ રહીમ વિરુદ્ધની બેલને મંજુર કરાઈ હતી. બે સાધ્વીઓના યૌન શોષણ કેસમાં એમને જમીન મળી નથી અને એમને 20 વર્ષ માટે જેલની સજા થઇ છે. એટલે તેઓ જેલમાં જ રહેશે. એમનાં પર આઈપીસીની ધારા 326, 417, 506 અને 120બી અંતર્ગત આરોપ લગાવામાં આવ્યા છે. સાધ્વીના રેપ મામલે રામ રહીમ સિવાય ડો મહિન્દ્ર ઇંસા અને ડો પીઆર ગર્ગને પણ આરોપી બનાવામાં આવ્યા છે.

ગુરમીત રામ રહીમ સેલ્ફ સ્ટાઇલ્ડ ગોડમેન તરીકે ફેમસ હતા. એમનાં પર આરોપ હતો કે વર્ષ 2000માં એમણે 400 સાધુઓને મોક્ષની લાલચ આપીને નપુંસક બનાવ્યા હતા. આ સાધુઓએ એમની ફરિયાદ 2012માં કરી હતી.