ભારતીય વાયુસેનાએ પુલવામાં હુમલાના તેરમા દિવસે મિરાજ વિમાનો દ્વારા જૈશના આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો હતો. આ પગલાંની ચોતરફથી પ્રશંસા થઈ રહી છે ત્યારે કંગના રનૌતે કહ્યું હતું કે
આતંકવાદ સામે શંખનાદ કરવામાં આવ્યો છે. કંગનાએ ભારતીય જવાનોને સલામ કરતા પ્રધાનમંત્રી મોદીને ધન્યવાદ કહયું હતું કંગનાએ કહયું હતું કે અસલી હીરોની જેમ વળતો હુમલો કરવા માટે ભારતીય વાયુસેનાને હું સલામ કરું છું.અને આ પ્રકારનો નક્કર નિર્ણય લેવા માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માનું છું. હું કહીશકે આતંકવાદ સામે આપણી લડાઇનો શંખનાદ થઈ ચૂક્યો છે. સંદેશ સ્પષ્ટ છે જે પણ આ દેશને ખરાબ નજરે જોશે તેની આંખો ખેંચી લેવામાં આવશે. જય હિંદ.
અગાઉ કંગનાએ પીએમને અપીલ કરી હતી કે આ સમયે જે પ્રકારનો માહોલ છે તેમાં જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવામાં આવે. તેણે કહયું હતું કે આ એકદમ યોગ્ય તક છે જ્યારે આ કામ થઈ શકે છે. કંગના હાલમાં ભોપાલમાં ફિલ્મ પંગાનું શૂટિંગ કરી રહી છે