hamas/ હમાસના વડાએ પાકિસ્તાને કરી અપીલ, ઇઝરાયેલને પરમાણુ યુદ્વની ધમકી આપવા કરી આજીજી

ગાઝામાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ છે. ઈઝરાયલ દ્વારા સતત કરવામાં આવેલા હુમલાએ ફરી એકવાર ગાઝાના અનેક શહેરોને તબાહ કરી દીધા છે

Top Stories World
6 12 હમાસના વડાએ પાકિસ્તાને કરી અપીલ, ઇઝરાયેલને પરમાણુ યુદ્વની ધમકી આપવા કરી આજીજી

ગાઝામાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ છે. ઈઝરાયલ દ્વારા સતત કરવામાં આવેલા હુમલાએ ફરી એકવાર ગાઝાના અનેક શહેરોને તબાહ કરી દીધા છે. 20 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. 50 હજારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. બે મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે, પરંતુ આ યુદ્ધ હજી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યું નથી. આ દરમિયાન હમાસના ‘ઓસામા બિન લાદેન’ તરીકે ઓળખાતા ઈસ્માઈલ હાનિયાએ પાકિસ્તાનને ઈઝરાયેલને પરમાણુ યુદ્ધની ધમકી આપવાની અપીલ કરી છે.

હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાએ પાકિસ્તાનમાં આયોજિત હમાસ નેતાઓ અને ઈસ્લામિક વિદ્વાનોની કોન્ફરન્સને પણ સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન પરમાણુ સમૃદ્ધ દેશ છે. જો તે ઈઝરાયેલને પરમાણુ યુદ્ધની ધમકી આપે તો આ યુદ્ધ રોકી શકાય. તેમણે મુસ્લિમ દેશોના સમર્થનમાં આગળ આવવું જોઈએ. તેમણે કહ્યું, “પાકિસ્તાન એક મજબૂત દેશ છે. જો પાકિસ્તાન ઈઝરાયેલને ધમકી આપે તો યુદ્ધ અટકી શકે છે. અમને પાકિસ્તાન પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તે ઈઝરાયેલને પીછેહઠ કરવા માટે મજબૂર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પોતાના પરમાણુ બોમ્બને ‘ઈસ્લામિક એટમ બોમ્બ’ કહે છે. આટલું જ નહીં, તેમનો પરમાણુ બોમ્બ મુસ્લિમ દેશોની સુરક્ષા માટે છે તેવી બડાઈ મારતી રહી છે. ધર્મનું આ કાર્ડ રમીને પાકિસ્તાને સાઉદી અરેબિયાથી લઈને UAE સુધીના કરોડો ડોલર બંને હાથે લૂંટી લીધા છે. પરંતુ હમાસના કારણે તેમનું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. હમાસ સતત ઈઝરાયેલ વિરુદ્ધ પાકિસ્તાન પાસે મદદ માંગી રહ્યું છે. તે કહેતો રહ્યો છે કે  ઈઝરાયેલને ધમકી આપવી જોઈએ. પરંતુ ઈઝરાયેલના ઉલ્લેખ પર પાકિસ્તાન સતત ધ્રૂજતું રહે છે.