Ahmedabad/ શહેર પોલીસ દ્વારા શહીદોના પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છા

શહેર પોલીસ દ્વારા શહીદ થયેલા જવાનોના પરિવારજનોને નુતન વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 5 5 શહેર પોલીસ દ્વારા શહીદોના પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છા

@નિકુંજ પટેલ, અમદાવાદ

અમદાવાદ: શહેર પોલીસ દ્વારા શહીદ થયેલા જવાનોના પરિવારજનોને નુતન વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ ઉમદા સુચન કરવામાં આવ્યું હતું. તેમની સુચના મુજબ પોલીસ મહાનિર્દેષક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન મુજબ પોલીસ કમિશનર જી.એસ.મલીક દ્વારા શહીદ પોલીસ જવાનોના પરિવારને નુતન વર્ષાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

WhatsApp Image 2023 11 13 at 3.29.16 PM શહેર પોલીસ દ્વારા શહીદોના પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છા

અમદાનાદ શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા છ પોલીસ કર્મચારીઓ છેલ્લા દસ વર્ષમાં શહીદ થયા હતા. આ પોલીસ કર્મચારીઓમાં પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત જે.મકવાણા (ક્રાઈમ બ્રાંચ), મહેશભાઈ આર રાઠોડ (વટવા જીઆડીસી પોલીસ સ્ટેશન), અરવિંદસિંહ બી.અસારી(નારણપુરા પોલીસ સ્ટેશન), ધર્મેન્દ્રસિંહ એન. પરમાર (એસ.જી.-2 ટ્રાફિક પોલીસ સ્ટેશન), જશવંતસિંહ આર.ચૌહાણ (એસ.જી.-2 ટ્રાફિક પોલીસ સ્ટેશન) અને હોમગાર્ડ જવાન નિલેશભાઈ એમ.ખટીકનો સમાવેશ થાય છે.

WhatsApp Image 2023 11 13 at 3.29.16 PM 2 શહેર પોલીસ દ્વારા શહીદોના પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છા

આ પોલીસ કર્મચારીઓનાં પરિવારજનોને અમદાવાદ શહેર પોલીસ દળના સભ્યો તરફથી દિવાળી અને નુતન વર્ષ નિમિત્તે મિઠાઈ આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.શહેર પોલીસ દળના જવાબદાર કર્મચારીઓને શહીદોના કુટુંબીજનો કે જેઓ તેમના વતનમાં કે અમદાવાદ શહેરમાં રહેતા હોય ત્યાં તેમના રહેઠાણે જઈને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શહેર પોલીસ શહીદોના કુટુંબીજનોની સાથે હંમેશા છે તેવો અહેસાસ પણ અપાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 શહેર પોલીસ દ્વારા શહીદોના પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છા


આ પણ વાંચો: મહિલા જે હોટલમાં કામ કરતી, ત્યાં જ તેમના પર આચર્યું સામૂહિક દુષ્કર્મ

આ પણ વાંચો: પંજાબના દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર સર્જાયો ભયાનક અકસ્માત,  100 વાહનોની અથડામણમાં 1નું મોત

આ પણ વાંચો: અમદાવાદમાં ફટાકડાં ફોડવા બાબતે પિતા-પુત્રની હત્યા, રામોલમાં 4 લોકોએ કર્યો હતો હુમલો