Not Set/ બાઉન્ડ્રી લાઇન પર હવામાં ઉડીને હરલીન દેઓલે પકડ્યો શાનદાર કેચ, Video

ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ટી-20 સીરીઝ ચાલી રહી છે. પ્રથમ મેચ 9 જુલાઇએ નોર્થહૈંમ્પ્ટનમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડની બેટિંગ દરમ્યાન હરલીને બાઉન્ડ્રી લાઇન પર એવો કેચ ઝડપ્યો હતો..

Sports
1 17 બાઉન્ડ્રી લાઇન પર હવામાં ઉડીને હરલીન દેઓલે પકડ્યો શાનદાર કેચ, Video

ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ટી-20 સીરીઝ ચાલી રહી છે. પ્રથમ મેચ 9 જુલાઇએ નોર્થહૈંમ્પ્ટનમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડની બેટિંગ દરમ્યાન હરલીને બાઉન્ડ્રી લાઇન પર એવો કેચ ઝડપ્યો હતો, જેને ક્રિકેટ ચાહકો વર્ષો સુધી જોઈને ખુશ થશે.

ઈંગ્લેન્ડની ઇનિંગ્સની 19 મી ઓવર ચાલી રહી હતી. એમી જોન્સ 26 બોલમાં 43 રન બનાવીને બેટિંગ કરી રહી હતી. શિખા પાંડેની આ ઓવરનાં પાંચમાં બોલને એમીએ લોંગ ઓફની ઉપરથી માર્યો. બોલ લગભગ બાઉન્ડ્રી લાઇનને પાર કરી ગયો હતો પણ હરલીને આવીને બોલને અમુક ઇંચ પહેલા પકડી લીધો હતો. પરંતુ હરલીનનું સંતુલન જળવાયુ નહી. અને તેણે અદભૂત રીતે બોલને બાઉન્ડ્રીની અંદર ઉછાળી દીધી. જે બાદ તેણે તુરંત જ અંદર આવીને ડાઇવ લગાવી અને બોલને શાનદાર રીતે પકડી લીધો હતો. આ કેચ એટલો શાનદાર હતો કે, ઈંગ્લેન્ડનાં ડ્રેસિંગ રૂમમાં પણ હરલીનનાં વખાણ કરવામાં આવી રહ્યા હતા.

જો કે ભારત આ મેચ જીતી શક્યું ન હોતું. મેચમાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. નેટ સીવેરે 27 બોલમાં 55 રન બનાવ્યા હતા. એમી જોન્સે પણ સારી ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી શિખા પાંડેએ 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. વરસાદનાં કારણે મેચમાં ખલેલ પડ્યો હતો, જેબાદ ડકવર્થ-લુઇસ-નિયમ હેઠળ 8.4 ઓવરમાં 73 રનનો સંશોધિત ભારતને લક્ષ્યાંક મળ્યો હતો. ભારતીય ટીમ 3 વિકેટનાં નુકસાન પર માત્ર 54 રન જ બનાવી શકી. ઓપનર શેફાલી વર્મા ખાતુ ખોલાવ્યા વિના જ પ્રથમ જ ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર પણ એક જ રન બનાવી શકી હતી. આ દરમ્યાન સ્મૃતિ મંધાનાએ 17 બોલમાં 29 રન બનાવ્યા હતા, પરંતુ તે પૂરતું નહોતું. ફિલ્ડિંગમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર હરલીન દેઓલ બેટથી નિષ્ફળ ગઇ હતી. નંબર-3 પર આવીને તે 24 બોલમાં 17 રનની ખૂબ ધીમી ઇનિંગ્સ રમ્યા બાદ અણનમ પરત ફરી હતી. ઈંગ્લેન્ડે 18 રને મેચ જીતી લીધી હતી.