IPL 2021/ શાકિબ અલ હસનનાં એક throw એ ફેરવ્યું પરિણામ, જુઓ Video

કેન વિલિયમસન 21 બોલમાં 26 રન બનાવીને રન આઉટ થયો હતો. આ મેચમાં પરત ફરેલા શાકિબ અલ હસને એક સીધો થ્રો કરી કેન વિલિયમસનને બહારનો રસ્તો બતાવ્યો હતો.

Sports
11 42 શાકિબ અલ હસનનાં એક throw એ ફેરવ્યું પરિણામ, જુઓ Video

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 માં રવિવારે (3 ઓક્ટોબર) બે મેચ રમાઇ હતી. ટુર્નામેન્ટની 49 મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને છ વિકેટે હરાવ્યું હતુ. મેચ ખૂબ જ રોમાંચક રહી હતી અને અંતિમ ઓવરમાં પરિણામ બહાર આવ્યું હતુ.

11 43 શાકિબ અલ હસનનાં એક throw એ ફેરવ્યું પરિણામ, જુઓ Video

આ પણ વાંચો – Cricket / ICC નો મોટો નિર્ણય, સ્ટેડિયમમાં 70 ટકા દર્શકોને મળશે પ્રવેશની મંજૂરી

આ મેચનો સૌથી મોટો વળાંક SRH નાં કેપ્ટન કેન વિલિયમસનનું રનઆઉટ થવાનું હતુ. કેન વિલિયમસન 21 બોલમાં 26 રન બનાવીને રન આઉટ થયો હતો. આ મેચમાં પરત ફરેલા શાકિબ અલ હસને એક સીધો થ્રો કરી કેન વિલિયમસનને બહારનો રસ્તો બતાવ્યો હતો, જેણે આખી મેચનાં પાસા ફેરવી દીધા હતા. જણાવી દઇએ કે, જેસન રોય અને રિદ્ધિમાન સાહા જ્યારે 16 રને પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી કેન વિલિયમસન અને પ્રિયમ ગર્ગે એકસાથે ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. કેન વિલિયમસન 20 બોલમાં 26 રન પર બનાવીને સેટ દેખાઇ રહ્યો હતો, પરંતુ આ પછી શાકિબ અલ હસને પોતાની ઓવરમાં શાનદાર ફિલ્ડિંગ કરતી વખતે એવો સીધો થ્રો કર્યો કે કેન વિલિયમસનને પેવેલિયન પરત ફરવું પડ્યું હતુ. આ રીતે, SRH એ તેમની ત્રીજી વિકેટ ગુમાવી અને પછી ટીમ પરત આવી શકી નહોતી.

વીડિયો જોવા માટે અહી ક્લિક કરો

11 44 શાકિબ અલ હસનનાં એક throw એ ફેરવ્યું પરિણામ, જુઓ Video

આ પણ વાંચો – IPL 2021 / Playing Eleven માં સ્થાન ન મળતા વોર્નર દર્શક સ્ટેન્ડમાં ટીમને Support કરતો જોવા મળ્યો, Video

SRH 20 ઓવરમાં આઠ વિકેટે 115 રન જ બનાવી શકી હતી. જવાબમાં KKR નાં બેટ્સમેનોને પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ઓપનર શુભમન ગિલ 57 રને આઉટ થયો હતો અને KKR ની જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. દિનેશ કાર્તિકે 12 બોલમાં અણનમ 18 રન બનાવ્યા હતા. શાકિબની વાત કરીએ તો તેણે ચાર ઓવરનાં પોતાના ક્વોટામાં માત્ર 20 રન જ આપ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી. વિલિયમસન રન આઉટ થવા ઉપરાંત શાકિબે અભિષેક શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.