Not Set/ શું તમે શેન વોર્નનો ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’ જોયો છે, અત્યાર સુધી કોઈ બોલરે આવો બોલ ફેંક્યો નથી,જુઓ વીડિયો

વોર્ન પોતાની બોલિંગથી સારા સારા  બેટ્સમેનોને પરેશાન કરતા હતા.એકવાર તેમણે એવો બોલ ફેંક્યો હતો, જે ઇતિહાસમાં ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’ તરીકે નોંધાયેલો છે.

Top Stories Sports
2 7 શું તમે શેન વોર્નનો 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી' જોયો છે, અત્યાર સુધી કોઈ બોલરે આવો બોલ ફેંક્યો નથી,જુઓ વીડિયો

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર ​​શેન વોર્નનું 52 વર્ષની વયે અવસાન થયું છે. તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 708 વિકેટ સાથે બીજા નંબરે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે,વોર્ન પોતાની બોલિંગથી સારા સારા  બેટ્સમેનોને પરેશાન કરતા હતા.એકવાર તેમણે એવો બોલ ફેંક્યો હતો, જે ઇતિહાસમાં ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’ તરીકે નોંધાયેલો છે. તેમના 90 ડિગ્રી પર ટર્ન લેતા બોલે બેટ્સમેનને અચંબામાં  મુકી દીધાે હતાે. તેનો વિડિયો આજે પણ ઘણો વાયરલ છે.

 

 

1993ની એશિઝ શ્રેણી દરમિયાન લેજેન્ડ શેન વોર્ન દ્વારા બોલ ઓફ ધ સેન્ચુરી ફેંકવામાં આવી હતી. વોર્ને 4 જૂન 1993ના રોજ ઈંગ્લેન્ડ સામે ઓલ્ડ ટ્રેફોર્ડ (માન્ચેસ્ટર) ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન માઈક ગેટિંગને બોલ્ડ કર્યો હતો. બોલ લગભગ 90 ડિગ્રીના એંગલથી ફર્યો હતો, જેને જોઈને બધા દંગ રહી ગયા હતા. ‘સદીનો સર્વશ્રેષ્ઠ બોલ’ કહેવાતા આ બોલે વોર્નનું જીવન બદલી નાખ્યું હતું.

વોર્નનો બોલ લેગ-સ્ટમ્પની બહાર સારી રીતે પીચ પર પડ્યો  હતો અને એવું લાગતું હતું કે બોલ વાઈડ થઈ શકે છે, તેથી જ ગેટિંગે તેને રમવાનો પ્રયાસ કર્યો ન હતો. આ દરમિયાન, બોલ ખૂબ જ ઝડપથી ટર્ન થયો  અને ગેટિંગને કંઇ ખબર પડે તે પહેલા  તેમના ઑફ-સ્ટમ્પ પર પડ્યો, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

બોલ ઓફ ધ સેન્ચ્યુરી’નો ખુલાસો પણ શેન વોર્ને પોતે ઘણા વર્ષો પછી કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આ બોલ અજાયબી હતો. મેં તેની ક્યારેય કલ્પના પણ કરી ન હતી. હું તેનું પુનરાવર્તન પણ કરી શકતો નથી. લેગ સ્પિનર ​​તરીકે, તમે હંમેશા વધુ સારી લેગ બ્રેક બોલિંગ કરવાનું વિચારો છો. મેં બરાબર એ જ બોલ નાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ 90 ડિગ્રી પર ફર્યો જે ખરેખર અદ્ભુત હતો.’