મોત/ વલસાડના કપરાડમાં 50 ફુટ ઉપરથી મજૂર નીચે પટકાતા તેનું ઘટના સ્થળે મોત

ઘટના સ્થળે મોત નિપજ્યું મજૂરનું વલસાડમાં

Gujarat
labour વલસાડના કપરાડમાં 50 ફુટ ઉપરથી મજૂર નીચે પટકાતા તેનું ઘટના સ્થળે મોત

વલસાડના કપરાડ તાલુકાના કાકડકોપર ગામના ડુંગરી ફળીયામાં આવેલી ભારત સ્ટોન કવેરીમાં 50 ફુટ પરથી એક મજૂર નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.પોલીસે અકસ્માતનો ગુનો નોધ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કપરાડા તાલુકાના કાકડકોપર ગામે ડુંગરી ફળિયામાં આવેલી ભારત સ્ટોન કવેરીમાં કામ કરતા અજયકુમાર ઈટુવા ઓરમ મૂળ રહેવાસી ઓરિસ્સાનો છે. જે છેલ્લા કેટલાક સમયથી ભારત સ્ટોન કવેરીમાં મજૂર તરીકે કામગીરી કરી રહ્યો હતો. મંગળવારે મોડી સાંજ ભારત સ્ટોન કવેરીમાં કામ કરી રહેલો અજય કુમારનો પગ સ્લીપ થઈ જતા 50 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો.મજુરને હાથ-પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. આ ઘટના અંગેની જાણકારી નાનાપોઢા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેનું પંચનામું કર્યા બાદ મૃતદેહને  પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

ભારત સ્ટોન કવેરીમાં બનેલી ઘટના નામ મોતને ભેટેલા મજુરના મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના ગામ ઓરિસ્સા ખાતે રવાના કરવામાં આવી હતી. મજુર છેલ્લા કેટલાક સમયથી આ કવેરીમાં મજુરી કામ કરી રહ્યો હતો. હાલ તો આ સમગ્ર બાબતે નાનાપોઢા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.