નીરજ ચોપરાના ફરી એકવાર મેડલ જીતવાથી તેની માતા ખૂબ જ ખુશ છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે પોતાની ખુશી વ્યક્ત કરી. આ દરમિયાન તેણે પાકિસ્તાની ભાલા ફેંકનાર અરશદ નદીમ વિશે પણ દિલ જીતી લેનારું નિવેદન આપ્યું છે. તેની માતાની પ્રતિક્રિયાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તેને કહેતા સાંભળી શકાય છે કે, “અમે ખૂબ ખુશ છીએ.” ચાંદી પણ આપણને સોના જેવી લાગે છે.” જ્યારે પત્રકારે અરશદ નદીમ વિશે વાત કરી તો તેણે જવાબ આપ્યો, “કોઈ વાંધો નથી સર. જેણે સોનું લીધું તે પણ આપણો પુત્ર છે. મહેનત કરીને સિદ્ધિ મેળવી છે. દરેક ખેલાડીનો પોતાનો દિવસ હોય છે. તે ઈજાગ્રસ્ત હતો, તેથી અમે તેના પ્રદર્શનથી ખુશ છીએ. જ્યારે તે આવશે ત્યારે હું તેનું મનપસંદ ભોજન બનાવીશ.”
નીરજ ચોપરાની માતાનું નામ સરોજ દેવી છે. છેલ્લી વખતે જ્યારે નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે તેણે તેની ફેવરિટ વાનગી ‘ચુરમા’થી તેમનું સ્વાગત કર્યું હતું. નીરજને બાળપણથી જ ‘ચુરમા’ પસંદ છે. આ જ કારણ છે કે જ્યારે તે ઘરે પહોંચે છે ત્યારે તેની માતા તેના માટે ‘ચુરમા’ બનાવે છે.
Neeraj Chopra’s mother says “ I am happy with the silver, the guy who got gold ( Arshad Nadeem) is also my child, everyone goes there after doing a lot of hard work”
what grace from Neeraj Chopra’s mother, something that people can learn a lot from ♥️
Most beautiful video on… pic.twitter.com/Uqz3LQZCv7
— Roshan Rai (@RoshanKrRaii) August 8, 2024
ફાઈનલ મેચમાં અરશદ નદીમ 92.97 મીટરના થ્રો સાથે ટોપ પર રહ્યો હતો. જેના માટે તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો. જ્યારે નીરજ ચોપરાએ 89.45 મીટર થ્રો કર્યો હતો. જેના કારણે તે સિલ્વર મેડલ કબજે કરવામાં સફળ રહ્યો હતો. બ્રોન્ઝ મેડલ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે જીત્યો હતો. તેણે અંતિમ રાઉન્ડમાં 88.54 મીટરનું અંતર ફેંક્યું હતું.
2 માતાઓ ખૂબ જ સારો મેસેજ આપી રહી છે બે માતાઓ એક અરશદ નદીમ અને બીજી નીરજ ચોપરાની માતા.
“જો માતાઓ વિશ્વને ચલાવતી હોત, તો કોઈ નફરત ના હોત, કોઈ યુદ્ધ નહીં હોત.
અરશદનદીમની માતા: ‘નીરજ ચોપરા મારા માટે પુત્ર સમાન છે. મેં તેના માટે પણ પ્રાર્થના કરી.’
નીરજચોપરાની માતા: ‘અમે સિલ્વરથી ખુશ છીએ. જેણે ગોલ્ડ જીત્યો (અરશદ નદીમ) તે પણ મારું બાળક છે.”
“If mothers ran the world, there would be no hate, no wars. #ArshadNadeem‘s mother: ‘Neeraj Chopra is like a son to me. I prayed for him too.’ (courtesy indyurdu) #NeerajChopra‘s mother: ‘We’re happy with silver. The one who won gold (Arshad Nadeem) is also my child.'”… pic.twitter.com/hCHGGZ6c30
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) August 9, 2024
આ પણ વાંચો:‘મમ્મી, કુસ્તી મારી સામે મેચ જીતી ગઈ’, વિનેશ ફોગટે ટ્વીટ કરી કુસ્તીમાંથી લીધી નિવૃતિ
આ પણ વાંચો:ભારત-શ્રીલંકાની મેચ બાદ ICC એક્શનમાં, ફિક્સિંગને લઈ માંગ્યો જવાબ
આ પણ વાંચો:વિનેશ ફોગટનું ઓલિમ્પિકમાંથી બહાર થવું શું ખરેખર ષડયંત્ર ?
