Not Set/ હેલ્થ/ આટલા કલાકની ઉંઘ તમારા વજનને ઘટાડવામાં કરી શકે છે મદદ

સ્વસ્થ રહેવા માટે પૂરતી ઉંઘ લેવી જરૂરી છે. ઓછી ઉંઘ લેવાથી લોકોમાં મેદસ્વીતા જોવા મળવી સામાન્ય વાત છે. તાજેતરમાં જ  સંશોધનમાં ખુલાસો થયો છે કે સાત કે આઠ કલાકની ઉંઘ લેનારા લોકોમાં મેદસ્વીતા ઓછી જોવા મળે છે. એક અહેવાલ અનુસાર 74 ટકા ડાયેટીંગ કરનારા લોકો, જે દરરોજ 7થી 8 કલાકની ઉંઘ લેતાં હતાં તે લોકો 3 […]

Health & Fitness
How to sleep 893969 હેલ્થ/ આટલા કલાકની ઉંઘ તમારા વજનને ઘટાડવામાં કરી શકે છે મદદ

સ્વસ્થ રહેવા માટે પૂરતી ઉંઘ લેવી જરૂરી છે. ઓછી ઉંઘ લેવાથી લોકોમાં મેદસ્વીતા જોવા મળવી સામાન્ય વાત છે. તાજેતરમાં જ  સંશોધનમાં ખુલાસો થયો છે કે સાત કે આઠ કલાકની ઉંઘ લેનારા લોકોમાં મેદસ્વીતા ઓછી જોવા મળે છે. એક અહેવાલ અનુસાર 74 ટકા ડાયેટીંગ કરનારા લોકો, જે દરરોજ 7થી 8 કલાકની ઉંઘ લેતાં હતાં તે લોકો 3 કિલો સુધી વજન ઘટાડવા માટે સક્ષમ હતાં.

1000 લોકો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું કે 7થી 8 કલાકની ઉંઘ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે પૂરી ઉંઘ લઇએ છીએ તો આપણા શરીરમાં રહેલું ફેટ બર્ન થાય છે અને જ્યારે આપણે ઓછી ઉંઘ લઇએ છીએ ત્યારે ઓછુ ફેટ બર્ન થાય છે. જ્યારે આપણે ઓછી ઉંઘ લઇએ છીએ તો ઓછુ ફેટ બર્ન થવાના કારણે મેદસ્વીતા વધે છે.

10 દિવસોમાં આ રીતે ઘટશે મેદસ્વીતા

સંશોધનકર્તાઓએ જણાવ્યું કે ચેરીમાં મેલાટોનિન રહેલું હોય છે, જે નિંદ્રા લાવવામાં સક્ષમ છે,તેથી તેનું સેવન કરવું લાભકારક સાબિત થાય છે.

સૂતા પહેલાં સ્ટાર્ચ યુક્ત આહાર ન લેવો જોઇએ કારણકે સ્ટાર્ચ લોહીમાં શુગરનું લેવલ વધારે છે, જેનાં કારણે તમને સારી ઉંઘ નહી મળે.

સૂતા પહેલાં માદક પદાર્થોનું સેેવન ન કરવું જોઇએ, કારણકે માદક પદાર્થોનું સેવન કરવાથી તમારે વારંવાર બાથરૂમ જવું પડશે, સાથે જ તમને એટલી જ તરસ પણ લાગશે તેથી તમારી ઉંઘ પુરી નહી થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.