Not Set/ CAA ને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે 144 અરજીઓ પર થશે સુનાવણી

નાગરિકતા સુધારા કાયદા અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શન બાદ દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે સુનાવણી થશે. સીએએ સંબંધિત સુપ્રીમ કોર્ટમાં આજે એક મહત્વપૂર્ણ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં, સીએએનાં સમર્થનમાં અને વિરુદ્ધમાં 144 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેના પર કોર્ટ આજે એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચ બુધવારે સીએએ કાયદાનાં સમર્થન અને વિરુદ્ધ […]

Top Stories India
SupremeCourtofIndia CAA ને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે 144 અરજીઓ પર થશે સુનાવણી

નાગરિકતા સુધારા કાયદા અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શન બાદ દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે સુનાવણી થશે. સીએએ સંબંધિત સુપ્રીમ કોર્ટમાં આજે એક મહત્વપૂર્ણ સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટમાં, સીએએનાં સમર્થનમાં અને વિરુદ્ધમાં 144 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેના પર કોર્ટ આજે એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચ બુધવારે સીએએ કાયદાનાં સમર્થન અને વિરુદ્ધ દાખલ કરેલી અરજીઓની સુનાવણી કરશે. સીએએ સિવાય કેટલીક અરજીઓ રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરને પણ પડકારતી હતી. આ અરજીઓએ સીએએની બંધારણીય માન્યતાને સમાપ્ત કરવાની માંગ કરી છે.

નોંધપાત્ર વાત એ છે કે મોદી સરકારે કેટલાક હિન્દુઓ, શીખ, ખ્રિસ્તીઓ, બૌદ્ધ અને પારસીઓને ભારતનું નાગરિકત્વ આપવા માટે નાગરિકતા સુધારા કાયદામાં સુધારો કર્યો છે. આ કાયદામાં કરેલા સુધારામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા હિંદુ, શીખ, ખ્રિસ્તી, પારસી અને બૌદ્ધ શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ છે, જોકે મુસ્લિમોને તેનાથી દૂર રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.