Not Set/ લાલદરવાજા બસ સ્ટેન્ડની થશે કાયાપલટ

અમદાવાદ શહેરને હેરિટેજ સીટીનો દરજો આપવામાં આવ્યો છે.  ત્યારે અમદાવાદની ઓળખ સમાન લાલદરવાજા બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપવા સાથેનું નવું બસ ટર્મિનસ બનાવવામાં આવશે.

Top Stories Ahmedabad Trending
bribe 1 લાલદરવાજા બસ સ્ટેન્ડની થશે કાયાપલટ

અમદાવાદની એક ઓળખ લાલ બસ, એટલે કે AMTS બસ. AMTSનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલદરવાજા બસ ટર્મિનસ હવે હેરિટેજ લુક સાથેનું નવું બસ ટર્મિનસ બનશે.  કેવું હશે બસસ્ટેન્ડનો નવો લુક અને કેવી હવે વ્યવસ્થા જોઈએ આ ખાસ અહેવાલ.

  • હેરિટેજ સીટી અમદાવાદનું હાર્દ ગણાય છે લાલ દરવાજા
  • લાલદરવાજા બસ સ્ટેન્ડની થશે કાયાપલટ
  • 65 વર્ષ બાદ બસ સ્ટેન્ડની કાયાપલટ કરાશે
  • અંદાજિત રૂ. 6.5 કરોડના ખર્ચે થશે નવીનીકરણ

અમદાવાદ શહેરને હેરિટેજ સીટીનો દરજો આપવામાં આવ્યો છે.  ત્યારે અમદાવાદની ઓળખ સમાન લાલદરવાજા બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપવા સાથેનું નવું બસ ટર્મિનસ બનાવવામાં આવશે. 65 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં લાલદરવાજા બસ ટર્મિનસની કામગીરી શરૂ કરવામાં આવશે.

bribe 2 લાલદરવાજા બસ સ્ટેન્ડની થશે કાયાપલટ

લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો. જે દૂર થતાં હવે આગામી દિવસોમાં નવું હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.  લાલદરવાજા મજૂર મહાજન ઓફિસ પાસે 3 પ્લેટફોર્મ અને સોલર પેનલના રૂ. 15.75 લાખનો વધારો થતાં ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાયા બાદ અંદાજિત 6.5 કરોડના ખર્ચે અમદાવાદ શહેરનું નવું AMTS બસ ટર્મિનસ બનાવવામાં આવશે. ટર્મિનલમાં ઓફિસમાં એક સિક્યોરિટી રૂમ અને કેબીન સહિત કુલ 9 રૂમ અને પેસેજની સુવિધાઓ સાથેની ઓફિસ બિલ્ડીંગ હશે. જ્યાં નવુ સ્ટેશન બનતા નવા બસ ટર્મિનલમાં અનેક રૂટ અને બસ સેવા પણ આવરી લેવાશે.

bribe 3 લાલદરવાજા બસ સ્ટેન્ડની થશે કાયાપલટ

અમદાવાદ શહેરની આગવી ઓળખ ગણાતું લાલ દરવાજા બસ સ્ટોપનું નવીનીકરણ કરાતા AMTS બસ સ્ટોપની રૂપરેખા બદલાશે. જેને વર્ષ 2022 સુધીમાં અત્યાધુનિક લાલદરવાજા બસ સ્ટોપ બનાવાશે. મુસાફરો હેરિટેજ બસસ્ટેન્ડનાં નવા લૂક સાથે મુસાફરી કરી શકશે.