Not Set/ રાજયમાં ગરમીએ ઉંચક્યું માથુ, 4 શહેરોમાં તાપમાન 35 ડિગ્રી પાર

રાજયમાં માર્ચ મહિનો આવતા જ ગરમીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનું તાપમાન 35 ડિગ્રીને પાર જોવા મળી રહ્યું છે.

Gujarat Others
ગરમી 75 રાજયમાં ગરમીએ ઉંચક્યું માથુ, 4 શહેરોમાં તાપમાન 35 ડિગ્રી પાર
  • અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું
  • વડોદરામાં 37 ડિગ્રી અને સુરતમાં 38 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 38 ડિગ્રી અને જામનગરમાં 35 ડિગ્રી તાપમાન
  • ભાવનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજયમાં માર્ચ મહિનો આવતા જ ગરમીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનું તાપમાન 35 ડિગ્રીને પાર જોવા મળી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા હજુ પણ આગામી દિવસોમાં ગરમી વધશે તેવી આગાહી આપવામાં આવી રહી છે. આવનારા સમયમાં લોકોએ આ કાળજાળ ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેવું પડશે. લોકો ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે ઠંડા પીણા પી રહ્યા છે.

ભાવ વધારો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજી તમારા ખિસ્સા ખાલી કરવા તૈયાર

રાજયનાં મોટાભાગનાં શહેરોની વાત કરીએ તેમાં અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન, વડોદરામાં 37 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી તાપમાન નોધાયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં શહેરોની વાત કરીએ તો રાજકોટમાં 38 ડિગ્રી, જામનગરમાં 35 ડિગ્રી તેમજ ભાવનગરમા 36 ડિગ્રી તાપમાન નોધાયું છે. વળી આવતા સપ્તાહમાં તાપમાનનો પારો 40 ડીગ્રી સુધી પહોંચી જવાની સંભાવનાઓ છે.

Covid-19 / દેશમાં કોરોના અને મોંઘવારી લોકો સાથે રમી રહ્યા છે સંતાકૂકડી, જાણો છેલ્લા 24 કલાકનો આંક…

જો કે આ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામા આવી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, રાજ્યમાં આજથી એટલે કે 14 માર્ચથી તાપમાનમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજથી ગરમી વધી હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. પરંતુ આ વચ્ચે દેશમાં 19 તારીખ થી 22 તારીખ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ