હવામાન/ એપ્રિલ મહિનાના પ્રારંભમાં ગરમીનો પ્રકોપ, 108 ઇમરજન્સી સેવાના કેસમાં વધારો

હવામાન વિભાગની આગાહી મુજબ હજી ગરમીનો પ્રકોપ વધશે. જેને પગલે અમદાવાદમાં 15 થી 18 ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. 

Top Stories Ahmedabad Gujarat
ગરમીનો પ્રકોપ
  • અમદાવાદમાં 15 થી 18 ઓરેન્જ એલર્ટની આગાહી.
  • અમદાવાદ મનપા દ્વારા જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ
  • હવામાન વિભાગની આગાહી મુજબ હજી ગરમીનો પ્રકોપ વધશે
  • ગરમીને લઈને લોકોને કામ વગર બહાર ના નીકળવા કરાઈ અપીલ
  • સુતરાઉ કપડાં અને પ્રોટેક્શન વાળા કપડાં પહેરવા કરાઈ અપીલ

અમદાવાદ એપ્રિલ મહિનાના પ્રારંભમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. રાજ્યભરમાં ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર પહોચી ગયો છે.  જેને લઈ મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો વધી જતા મનપા દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજી ગરમીનો પ્રકોપ વધશે. જેને પગલે અમદાવાદમાં 15 થી 18 ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે.

અમુક વિસ્તારોમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસો વધવા લાગ્યા છે. હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે.  ગરમીને લઈને લોકોને કામ વગર બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે. તો સાથે લોકોને સુતરાઉ કપડાં અને પ્રોટેક્શનવાળા કપડાં પહેરવા અપીલ કરાઈ છે.  નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. લોકોને દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવા, છાશ, લીંબુ શરબત અને ઓઆરએસ પીવાની સલાહ આપવામાં આવી છે. ભીષણ ગરમીમાં બહારનો ખોરાક લેવાનુ ટાળવુ જોઈએ.

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ગરમીને લગતા રોગચાલો પણ વકર્યો છે. અમુક વિસ્તારોમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસો વધવા લાગ્યા છે. હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો સાથે 108 ઇમરજન્સી સેવામાં 287 ઇમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 287, સુરતમાં 102, રાજકોટમાં 59, વડોદરામાં 55 કેસ નોંધાયા છે. પેટમાં દુખાવાના 2268 કેસ ,બેભાન ચક્કરનાં 1768 કેસ, શ્વાસની તકલીફના 1749 કેસ, ઝાડા ઉલ્ટીના 1708 કેસ, જયારે હિટ સ્ટ્રોકના 18 કેસ નોંધાયા છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શેરડીના રસ, શિકંજી અને ઠંડાઈ સેન્ટરો પર આગામી દિવસોમાં સઘન ચેકિંગ વધારી દેવામાં આવશે. શેરડીના રસ કે સિંકજી સેન્ટરોમાં પાણીની ગુણવત્તા ખરાબ હશે તો કાર્યવાહી કરવામાં આવશે.

 

અમદાવાદ/ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મારામારી