સુરેન્દ્રનગર/ લીંબડીમાં વાવાઝોડાના પગલે લીંબુના પાકમાં ભારે નુકશાન

સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ-સુરેન્દ્રનગર ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે લીંબડી તાલુકામાં ખેતીમાં ભારે નુકશાની આવતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. જેમાં લીંબડીમાં વાવાઝોડાના પગલે લીંબુના પાકમાં ભારે નુકશાન પહોંચ્યું છે. જ્યારે લીંબડી તાલુકાના રામ રાજપર સહિત આસપાસના ગામોમાં વાવાઝોડાને પગલે મોટા પાયે નુકશાન થયું હોવાના સમાચાર મળતા સરકારી તંત્ર દોડતું થયું છે. અરબી સમુદ્રમાં આવેલા ‘તાઉ-તે’ વાવાઝોડાએ […]

Gujarat Others
Untitled 238 લીંબડીમાં વાવાઝોડાના પગલે લીંબુના પાકમાં ભારે નુકશાન

સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ-સુરેન્દ્રનગર

‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે લીંબડી તાલુકામાં ખેતીમાં ભારે નુકશાની આવતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. જેમાં લીંબડીમાં વાવાઝોડાના પગલે લીંબુના પાકમાં ભારે નુકશાન પહોંચ્યું છે. જ્યારે લીંબડી તાલુકાના રામ રાજપર સહિત આસપાસના ગામોમાં વાવાઝોડાને પગલે મોટા પાયે નુકશાન થયું હોવાના સમાચાર મળતા સરકારી તંત્ર દોડતું થયું છે.

અરબી સમુદ્રમાં આવેલા ‘તાઉ-તે’ વાવાઝોડાએ ગ્રામ્ય પથંકમાં ભારે નુકશાની પહોંચાડી છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સીમમાં આવેલા અનેક ખેતર અને વાડીમાં વાવાઝોડાને પગલે અનેક વૃક્ષો ધરાશયી થયા હતા. જેમાં ખેડૂતોને મોટા પાયે નુકશાન પહોંચતા હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો હતો. લીંબડીમાં વાવાઝોડાના પગલે લીંબુના પાકમાં ભારે નુકશાન પહોચ્યું હતુ. જ્યારે લીંબડી તાલુકાના રામ રાજપર સહિત આસપાસના ગામોમાં વાવાઝોડાને પગલે મોટા પાયે નુકશાન થયું હોવાના સમાચાર મળતા સરકારી તંત્ર દોડતું થયું છે.