Crime/ ભારે કરી ….શહેરમાં હવે “ત્રીજી આંખની ” પણ ચોરીઓ થવા લાગી.

શહેરમાં હવે વિચિત્ર પ્રકારની ચોરીની ઘટના બનતી જઈ રહી છે. થોડા દિવસો પહેલા જમાલપુર શાક માર્કેટ પાસે માત્ર 700 રૂપિયાની શાકભાજીની લૂંટની ઘટના બની હતી.જેમાં હવેલી પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી હતી. આ બનાવની ચર્ચા હજી લોકોના મોઢા ઉપર જ છે અને ત્યાં વધુ એક વિચિત્ર પ્રકારની ચોરી થઇ છે. જમાલપુર ચાર રસ્તા પાસે […]

Ahmedabad Gujarat
download 1 ભારે કરી ....શહેરમાં હવે "ત્રીજી આંખની " પણ ચોરીઓ થવા લાગી.

શહેરમાં હવે વિચિત્ર પ્રકારની ચોરીની ઘટના બનતી જઈ રહી છે. થોડા દિવસો પહેલા જમાલપુર શાક માર્કેટ પાસે માત્ર 700 રૂપિયાની શાકભાજીની લૂંટની ઘટના બની હતી.જેમાં હવેલી પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી હતી. આ બનાવની ચર્ચા હજી લોકોના મોઢા ઉપર જ છે અને ત્યાં વધુ એક વિચિત્ર પ્રકારની ચોરી થઇ છે.

જમાલપુર ચાર રસ્તા પાસે જનતા પાન પાર્લર નામની દુકાન આવેલી છે. દુકાનમાં ચારે તરફ કુલ 6 સીસીટીવી કેમેરા લગાવામાં આવેલા હતા. જે સીસીટીવી કેમેરાને ગત મોડી સાંજે કોઈ શખ્સે ગાયબ કરી દીધા હતા. પાર્લરના માલિક આસીફ મેમણએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાયા બાદ દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમને ખ્યાલ આવ્યું હતું કે સીસીટીવી ફુટેજમાં દેખાતી વ્યક્તિ શોએબ છિપા છે , જે બહેરામપુરામાં જ રહે છે અને તેણે ક્યાં કારણસર સીસીટીવી કેમેરાની ચોરી કરી હશે તે આસિફ ભાઈની પણ સમજ બહાર છે.

કાગડાપીઠ પોલીસે સોયેબ છિપા સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ચોરી અને લૂંટના કિસ્સા ખુબજ વધતા જઈ રહ્યા છે. પરંતુ, નવાઈ ની વાત તો એ છે કે પહેલા શહેરમાં સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા કે ઇલેક્ટ્રોનિક આઈટમોની ચોરી કે લૂંટની ઘટના બનતી હતી. પરંતુ, હવે ચોરો પણ વિચિત્ર પ્રકારની અવનવી ચોરી કરતા થઇ ગયા છે. લોકોને પણ આવા ચોરીના કિસ્સા સાંભળીને ખુબજ નવાઈ લાગી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…