Ahmedabad-Heavyrain/ અમદાવાદમાં આગામી 48 કલાક ભારેઃ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની ચેતવણી

અમદાવાદમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

Top Stories Gujarat
Heavy rain અમદાવાદમાં આગામી 48 કલાક ભારેઃ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની ચેતવણી

અમદાવાદમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની સંભાવના છે. તો હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બન્યું છે. આ સાથે ઓફસોર ટ્રોફશોર પણ સક્રિય થયું છે તેના કારણે હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. આજે આજે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ Banaskantha-Damoverflow/ ભારે વરસાદના પગલે બનાસકાંઠાના બે ડેમ ઓવરફ્લો થયા

આ પણ વાંચોઃ PM Modi Telnagana Visit:/   ચૂંટણી વર્ષમાં તેલંગાણાને કેન્દ્રની ભેટ, PM મોદીએ 6100 કરોડના આ પ્રોજેક્ટ્સની કરી શરૂઆત

આ પણ વાંચોઃ Politics/ “પ્રથમ વખત બે રાજકીય પક્ષો વચ્ચે ભ્રષ્ટાચારની ડીલ”: PM મોદીએ તેલંગાણામાં BRS-AAP પર સાધ્યું નિશાન

આ પણ વાંચોઃ Gujarat/  મધ્યપ્રદેશનો એક વૃદ્ધ ગીરનારના જંગલોમાં ખોવાઈ ગયો, 48 કલાક બાદ બચાવી લેવામાં આવ્યો, ડરાવી દેશે ઘટના 

આ પણ વાંચોઃ Rajkot Rain/ રાજકોટમાં ધીમીધારે અવિરત વરસાદઃ ન્યારી-ટુ ડેમ ઓવરફલો થવાની તૈયારી