Gujarat Rain Forecast/ રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. તેમા પ્રતિ કલાક 35થી 45 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. જામનગર, દ્વારકા, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ ત્રાટકશે. દમણ દાદરા નગર હવેલીમાં પણ અતિથી ભારે વરસાદ છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 2 3 રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી

Gandhinagar News:  રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. તેમા પ્રતિ કલાક 35થી 45 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. જામનગર, દ્વારકા, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ ત્રાટકશે. દમણ દાદરા નગર હવેલીમાં પણ અતિથી ભારે વરસાદ છે.

જામનગર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ છે. જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં સરક્યુલર સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય છે. અમદાવાદમાં આજે વરસાદની આગાહી છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. 26,27 અને 28 જૂનના રોજ ભારે વરસાદની આગાહી છે, એમ ભારતીય હવામાન ખાતાના નિષ્ણાત રામાશ્રય યાદવે જણાવ્યું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે પણ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ખાસ કરીને ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં તંત્ર દ્વારા કેટલાંક જિલ્લાઓને ભારે વરસાદની સંભાવનાને પગલે સતર્ક રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. દરિયાઈ વિસ્તારોમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

ખાસ કરીને આજે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પડશે ભારે વરસાદ થઈ શકે છે તેવી શક્યતા હવામાન દ્વારા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં રાજ્યના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં પણ મન મૂકીને મેઘો વરસી શકે છે આ સાથે જ આજે રાજ્યભરમાં ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની ધુઆંધાર બેટિંગ ચાલુ જ રહેવાની છે. જેમાં રાજ્યના બીજા જિલ્લાઓનો ઉમેરો થશે. આવતીકાલે રાજ્યના નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે જ આવતીકાલે રાજ્યના દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ રહેશે.

આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટઃ

ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી

આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

આ પણ વાંચો: સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ